DyCM પવારના મતે- મહારાષ્ટ્રમાં પરિણામ શું હશે, CM કોણ બનશે

PC: jansatta.com

MP વિચિત્ર છે... MP ટુરીઝમ ડિપાર્ટમેન્ટની ટેગ લાઇન મુજબ મધ્યપ્રદેશ ભલે વિચિત્ર હોય કે ન હોય, પરંતુ મહારાષ્ટ્રનું રાજકારણ ચોક્કસપણે 'વિચિત્ર' છે. આ વાત પૂર્વ CM અને વર્તમાન DyCM દેવેન્દ્ર ફડણવીસ પોતે કહી રહ્યા છે. આ સિવાય બીજા DyCM અજિત પવારના મનમાં શું ચાલી રહ્યું છે તે કોઈને ખબર નથી? DyCM ફડણવીસે કહ્યું, 'પરિણામો પછી ખબર પડશે કે, કયો પક્ષ ક્યાં જશે'? આ નિવેદનના પણ ઘણા અર્થ નીકાળવામાં આવી રહ્યા છે.

કોઈપણ સત્તાવાર સાબિતી વગર ચાલી રહેલી અટકળોની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં મતદાન અને તેના પરિણામો આવ્યા પછી સરકારની રચના માટે જરૂર પડે તો બે દ્રશ્યો સર્જાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ હિસાબે કહી શકાય કે, ઉદ્ધવ સેના ફરી એકવાર BJPને પોતાનો મોટો ભાઈ માની શકે છે, તો બીજી તરફ એક મજબૂત રાજકીય વ્યૂહરચનાકાર ભત્રીજો ફરી એકવાર મહારાષ્ટ્રના રાજકીય 'ચાણક્ય' અને તેના કાકાના હૃદયમાં સ્થાન બનાવી શકે છે. .

જો કે આંતરિક રીતે આવી બાબતોને પાયાવિહોણી હવામાં ચાલતી અટકળો કહી શકાય. કારણ કે એની ક્યાંય કોઈ સાબિતી આપી રહ્યું નથી અને ના કોઈ તેને ખુલ્લેઆમ કહી શકે છે.

મહાઅઘાડી હોય કે મહાયુતિ, તેના દિગ્ગજ નેતાઓ સિવાય, આ દિવસોમાં DyCM અજિત પવારની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તેમના તરફથી સૌથી મજેદાર અને રસપ્રદ સમાચાર આવી રહ્યા છે. બરાબર ચૂંટણીના મતદાન પહેલા અદાણીનું નામ લઈને તેમણે BJPને મુશ્કેલીમાં મુકી દીધી છે. તેઓ પોતાના ઈન્ટરવ્યુમાં સતત ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે.

જ્યારે DyCM અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવાનું બ્યુગલ વગાડ્યું હતું. ત્યારે તેઓ તેમની સાથે ફક્ત ધારાસભ્યો જ નહીં પરંતુ NCPના નામ અને ચિન્હને પણ લઈને ગયા હતા. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન છતાં, તેઓ વિધાનસભાની ચૂંટણીને લઈને ઉત્સાહિત છે. મહારાષ્ટ્રના સંભવિત ચૂંટણી પરિણામોના સંદર્ભમાં એક મુલાકાતમાં, તેમણે તેમની પાર્ટીના મજબૂત પ્રદર્શન વિશે વિશ્વાસ દર્શાવ્યો અને દાવો કર્યો કે, તેમની પાર્ટી તમામ બેઠકો જીતવા જઈ રહી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર, તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમે હાલમાં 2019ની એક મીટિંગનો ખુલાસો કર્યો હતો, તેને લઈને રણનીતિ શું હતી? પહેલા કહ્યું હતું કે અદાણી ન હતા. મિટિંગ તો થઈ પણ તેઓ હાજર ન રહ્યા. જો કે, શરદ પવારે તેમની હાજરીની સાબિતી આપી છે. U ટર્ન... શરદ પવારને જવાબ આપવા આવવું પડ્યું? જેના જવાબમાં DyCM અજિત પવારે કહ્યું કે, 'U-ટર્નનો સવાલ જ નથી. આ વાત સાચી છે. મિટિંગ થઈ, પણ અદાણી ત્યાં નહોતા. સરકારની રચના માટે દિલ્હીમાં અનેકવાર બેઠકો યોજાઈ હતી. જેમાં હું, પ્રફુલ પટેલ... બીજા કેટલાક લોકો પણ હતા. હું પવાર સાહેબના નિવેદન પર ટિપ્પણી નહીં કરું. તેઓ મહારાષ્ટ્રમાં રોકાણ માટે ઉદ્યોગપતિઓને મળતા રહે છે.

તમે અડધા ડઝનથી વધુ CM સાથે કામ કર્યું છે. તેમાંથી શ્રેષ્ઠ કોણ હતું? જેના જવાબમાં DyCM અજિત પવારે કહ્યું, 'આજે આપણે ગઠબંધનની રાજનીતિના યુગમાં છીએ. રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે અહીં કોઈ એક પક્ષ સરકાર બનાવે તેવી કોઈ શક્યતા નથી. મારા મતે વિલાસરાવ દેશમુખ શ્રેષ્ઠ CM હતા. તેમણે ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવાની રણનીતિ વિકસાવી હતી.

શું તમે CM પદની રેસમાં છો, આ થનારી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ શું આવશે, તેવા પુછાયેલા સવાલનો જવાબ આપતા DyCM પવારે કહ્યું હતું કે, 'મહાયુતિ એક થઈને ચૂંટણી લડી રહી છે. તેને 175નો આંકડો પાર કરવામાં કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ. હું તો આ રેસમાં નથી. ચૂંટણીમાં પરિણામ આવ્યા પછી મહાયુતિ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.'

તેમના આ બેધડક નિવેદનો અને ત્વરિત અપાયેલા જવાબો જાણીને એવું લાગે છે કે, DyCM અજિત પવારને કોઈ પસંદ કરે કે ન કરે, પરંતુ કોઈ તેમની અવગણના કરી શકે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp