શું લાગે છે કોણ બનશે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી?

PC: indiatoday.in

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના શનિવારે પરિણામો જાહેર થયા અને ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને ઐતિહાસિક જીત મેળવી. એમ કહી શકાય કે આ એક વન-વે જીત હતી. ચૂંટણીમાં જીત પછી રવિવારે મુખ્યમંત્રી કોણ  બનશે? એના પર રાજકારણ ગરમાયું છે. ભાજપ, શિવસેના શિંદે અને અજિત પવાર NCP ત્રણેય પાર્ટીઓ બેઠકોનો ધમધમાટ કરી રહી છે.

મોટા ભાગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી જ છે. પરંતુ શિંદે અને અજિત પવાર હવે મલાઇદાર ખાતા મેળવવા માટે ભાવ-તાલ કરી રહ્યા છે. મોટા પાયે બાર્ગેનિંગ થઇ રહ્યું છે. સંભવત મહાયુતિમાં ફડણવીસ મુખ્યમંત્રી, એકનાથ શિંદે અને અજિત પવારને ડેપ્યુટી CMના પદ મળી શકે છે. જો કે એકનાથ શિંદેને હજુ પણ મુખ્યમંત્રી બનવાના સપના છે. પરંતુ ભાજપનો હાથ આ વખતે ઉપર રહેવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp