'તેમણે મને બાળક...' ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું- તેઓ ભાજપ સાથે જશે કે નહીં
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે અને ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. આ દરમિયાન એક મીડિયા ચેનલે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ખાસ વાતચીત કરી હતી. મહાવિકાસ અઘાડી (MVA)માં CM ચહેરાથી લઈને અમિત ઠાકરે સામે ઉમેદવાર ઊભા કરવાના પ્રશ્ન સુધીના મુદ્દાઓ પર ઉદ્ધવે ખુલીને વાત કરી છે. ઉદ્ધવે કહ્યું કે, જે વધુ સીટો મેળવશે તે CM બનશે... આવી કોઈ ફોર્મ્યુલા નથી. પરંતુ PM મોદીને વાંધો શું છે કે, CM માટે ચહેરો કોણ છે? ઉદ્ધવે પૂછ્યું, PM મોદીનું હેલિકોપ્ટર ક્યારે ચેક કરવામાં આવ્યું? આનો પુરાવો બતાવવો જોઈએ.
BJPએ મને સૌથી પહેલા 2014માં છોડી દીધો હતો. તે સમયે હું પણ હિંદુ જ હતો. આ વખતે PM મોદીજી કહે છે કે તે નકલી બાળક છે. તેમણે ગઠબંધન તોડી નાખ્યું. મેં નથી તોડ્યું. 2019માં તેઓએ મને ફસાવ્યો. મેં તેમને ફસાવ્યા નથી. તેઓ ગમે ત્યાં જઈ શકે છે, હું ક્યાંય જઈ શકતો નથી. તેઓએ મને ફસાવ્યો, તેથી મેં તેમને છોડી દીધા. BJPની વાત એ છે કે, તેને સત્તા જોઈએ છે. ચાહે કોઈપણને તોડી નાખો. આ તો BJPની સત્તા જેહાદ છે. ખુરશી જેહાદ છે.
વિધાનસભા ચૂંટણી પછી નવા ગઠબંધન અંગેના સવાલો પર ઉદ્ધવે કહ્યું કે, ઘણા લોકો ઘણી બધી વાતો કરે છે. હું BJP સાથે કેમ જાઉં? તેઓએ મારો પક્ષ તોડી નાખ્યો. પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. તેઓ મારા પરિવારને બદનામ કરી રહ્યા છે. મારા પુત્રને બદનામ કર્યો. ત્યાં સુધી કે, મને પણ નકલી બાળક કહેવામાં આવ્યો. તો શું PM મોદીજી નકલી બાળક સાથે હાથ મિલાવશે? આ મારા પિતા અને મારી માતાનું અપમાન છે. PM મોદીજીએ આ અપમાન કર્યું છે. ઠીક છે, હું તેમના વિશે વધુ વાતો કરવા નથી માંગતો. કારણ કે તેમને તો ભગવાને મોકલ્યા છે.
જોકે મહારાષ્ટ્રમાં કંઈ પણ થઈ શકે છે. ઉદાહરણ તરીકે જુઓ, લોકસભાની ચૂંટણી પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, BJPને હરાવવાનું મુશ્કેલ છે પરંતુ પરિણામોએ તે ખોટું સાબિત કર્યું. મહારાષ્ટ્રમાં કંઈ પણ થઈ શકે છે અને અહીંના લોકોએ તેમને હરાવ્યા છે.
CM એકનાથ શિંદેનું નામ લીધા વિના ઉદ્ધવે કહ્યું કે, તેઓ આજ સુધી જે પણ બન્યા છે, મારા પિતાએ તેમને બનાવ્યા છે. જો હું BJPના વિશ્વાસઘાતને કારણે CM બન્યો તો તમે મને કેમ દગો દીધો? હું તમને આની યાદ અપાવવા માંગતો હતો. તેનું દુઃખ તો છે જ. આજ સુધી અમારા ઘરેથી જે કંઈ લેવા માંગતા હતા તે લઈ ગયા. મારા પિતાએ તેને ઘણું બધું આપ્યું. જેઓ પરિવારવાદની વાત કરે છે, અમે આવા મોટા પરિવારો તો ઉભા કર્યા છે. એ પરિવારમાંથી બાળા સાહેબનો પુત્ર CM બને તો ખોટું શું છે? શું તે CM ન બની શકે? ફક્ત તમારો જ પુત્ર, તમારા જ પિતા બની શકે છે. તમારા પિતાનું નામ તો લઇ જુઓ. તે સમયે પણ મારા પિતાના નામને ચોરી લીધું. મારા પિતાએ બધું જ આપ્યું છે. તેઓ મારા પિતાનું નામ લઈને વોટ માંગી રહ્યા છે તેમને શરમ નથી આવતી.
રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે સામે માહિમથી ઉમેદવાર ઉભા કરવાના પ્રશ્ન પર ઉદ્ધવે કહ્યું કે, તેમની રાજકીય ભૂમિકા શું છે? તેમણે છેલ્લી ચૂંટણી (લોકસભા)માં PM મોદીને ટેકો આપ્યો હતો. આ ચૂંટણીમાં તેમનું કહેવું છે કે, DyCM દેવેન્દ્ર CM બનશે. જે લોકો મહારાષ્ટ્રને લૂંટી રહેલા છે તેમને જ તેઓ CM બનાવવા માંગે છે. તો ભાઈસાહેબ, માફ કરશો..સોરી. હું મહારાષ્ટ્રના લૂંટારાઓને સમર્થન આપી શકતો નથી.
MVAમાં CM પદ અંગે ઉદ્ધવે કહ્યું કે, અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. અમારા ત્રણેય પક્ષો વચ્ચે કોઈ વિવાદ નથી. પવાર (શરદ) સાહેબે કહ્યું છે કે, જે વધુ સીટો મેળવશે તે CM બનશે. આવું પણ થઈ શકે છે. જો કે હજુ સુધી કોઈ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી નથી. ઉદ્ધવે કહ્યું કે, શું મહાયુતિ કહી શકે છે કે તેઓએ જે ગદ્દારોની ફોજ એકઠી કરી છે, તેમાંથી કોણ CM બનશે? પહેલા તમારી વચ્ચે નક્કી કરો. તમે અમને કેમ જોઈ રહ્યા છો? PM મોદીજીને એ ચિંતા કરવાની જરૂર નથી કે, અમારા ગઠબંધનમાંથી કોણ CM બનશે.
MVAના સીએમ ચહેરો જાહેર કરવાના પ્રસ્તાવને ધ્યાનમાં ન લેવાના મુદ્દે નારાજ હોવાના પ્રશ્ન પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મેં એક સૂચન આપ્યું હતું. ક્યારેક પાછળથી એવું બને છે કે, જો તે પહેલા કરવામાં આવ્યું હોત તો સારું થાત. પાછળથી અમને સમજાયું કે, અમે આમ ન કર્યું હોત તો સારું થાત. અમે ત્રણેય પક્ષો સાથે છીએ. કેટલાક અન્ય સહયોગી પણ છે. સ્વાભાવિક રીતે આ દરેકનું કામ છે. 25 વર્ષ સુધી BJP સાથે રહીને અમે જે અનુભવ મેળવ્યો છે, તેને ધ્યાનમાં રાખ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp