ચૂંટણી પરિણામોમાં પતિને હારતા જોઈ પત્ની સ્વરાનો સુર બદલાયો, EVMની બેટરી 99%...

PC: facebook.com/SwaraBhaskar/

મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું ચાલુ છે. આ વખતે જે સીટ પર દરેકની નજર ટકેલી છે, તેમાંની એક છે અણુશક્તિ નગર. આ બેઠક પરથી અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ NCP (SP) તરફથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે DyCM અજિત પવારે NCPના મજબૂત નેતા નવાબ મલિકની પુત્રી સના મલિકને તેની સામે મેદાનમાં ઉતાર્યા છે.

ચૂંટણી પરિણામોમાં NCPના સના મલિક અણુશક્તિ નગર સીટ પર સતત આગળ ચાલી રહ્યા છે. તેઓ 3378 મતોથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે ફહાદ અહેમદ બીજા સ્થાન પર છે.

અણુશક્તિ નગર સીટ પર સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ લગભગ 1500 વોટથી પાછળ છે. 19માંથી 18 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આ અંગે સ્વરા ભાસ્કરે EVM પર સવાલ ઉઠાવ્યા છે. સ્વરાએ એક્સ પર પૂછ્યું કે, દિવસભર મતદાન ચાલતું રહ્યું હોવા છતાં EVM મશીન 99 ટકા ચાર્જ કેવી રીતે થઈ શકે? ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ. અણુશક્તિ નગર વિધાનસભામાં 99 ટકા ચાર્જ મશીનો ખુલતાની સાથે જ BJP સમર્થિત NCPને વોટ કેવી રીતે મળવા લાગ્યા?

હવે સ્વરા ભાસ્કરના પતિ ફહાદનું લીડ માર્જિન વધી ગયું છે. તેઓ NCPની સના મલિકથી 6419 મતોથી આગળ નીકળી ગયા છે.

હાલમાં ફહાદ અહેમદની જીતનું માર્જિન ઘટી ગયું છે. હાલમાં ફહદ 711 મતોથી આગળ છે. તેમને અત્યાર સુધીમાં કુલ 7430 વોટ મળ્યા છે, જ્યારે સના મલિકને 6719 વોટ મળ્યા છે. MNS ત્રીજા નંબર પર છે.

હાલમાં સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ અણુશક્તિ નગર બેઠક પરથી 1700 મતોથી આગળ છે. જ્યારે નવાબ મલિકની પુત્રી સના મલિક બીજા સ્થાને ચાલી રહ્યા છે.

અણુશક્તિ નગર બેઠક માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી. તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

અહીં તમને બતાવી દઈએ કે, આ વખતે અણુશક્તિ નગર સીટ પર 54 ટકા મતદાન થયું છે, જે ગત વિધાનસભા ચૂંટણી કરતાં ઓછું છે. 2019માં અહીં 55.27 ટકા મતદાન થયું હતું. 20 નવેમ્બરના રોજ એક જ દિવસે મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું.

ચૂંટણીના રાજકારણની દૃષ્ટિએ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક પર નવાબ મલિકનું પ્રભુત્વ માનવામાં આવે છે. તેઓ અહીંથી ઘણી વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. જો કે મની લોન્ડરિંગના આરોપ પછી તેમને જેલમાં જવું પડ્યું હતું, જેવા તેઓ જેલમાંથી છૂટ્યા ત્યારે તેઓ NCPમાં અજિત જૂથમાં જોડાયા હતા. આ કારણે આ વખતે તેમની પુત્રી સના મલિકને મેદાનમાં ઉતારવામાં આવી છે.

આ બેઠક ત્યારે વધુ ચર્ચામાં આવી, જ્યારે શરદ પવારે અહીંથી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદને ટિકિટ આપી. ફહાદ પહેલા સમાજવાદી પાર્ટીમાં હતા, પરંતુ જ્યારે SPને INDIA બ્લોકમાં વધારે સીટો ન મળી, ત્યારે ફહદને શરદ પવારની NCP દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા.

અણુશક્તિ નગર બેઠક પર ચૂંટણી પ્રચારમાં ભારે આક્ષેપો પ્રતિઆક્ષેપો થયા હતા. જ્યાં ફહદે સના મલિક પર પરિવારવાદનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તે નવાબ મલિકની પુત્રી છે, તેથી જ તેને ટિકિટ મળી છે. સનાએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, કોઈ અભિનેત્રીના પતિ બનવા કરતાં કોઈ નેતાની પુત્રી હોવું વધુ સારું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp