શું BJP ચૂંટણી પછી ઉદ્ધવ સાથે ગઠબંધન કરશે?કેન્દ્રીયમંત્રીએ મહાયુતિની યોજના જણાવી

PC: indiatoday.in

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ઘણું ઊંચું જઈ રહ્યું છે. BJPની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન હોય કે, કોંગ્રેસની આગેવાની હેઠળનું MVA હોય, બંને આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. એક તરફ, MVA અને ઉદ્ધવ જૂથની શિવસેના સાથે નારાજગીના સતત અહેવાલો આવી રહ્યા છે, તો બીજી તરફ, પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે, શું BJP ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે ગઠબંધન કરશે. આ અંગે મોદી સરકારના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, પાર્ટી સંપૂર્ણપણે CM એકનાથ શિંદેની શિવસેનાની સાથે જ ઉભી છે.

હકીકતમાં, એક TV ન્યૂઝ ચેનલ પર આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે ગઠબંધનની શક્યતાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એમ કહ્યું કે, BJPની ઉદ્ધવ સાથે પડદાની પાછળથી પણ કોઈ વાતચીત થઇ રહી નથી. તેમણે કહ્યું કે BJPનો શિવસેના (UBT) સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી.

2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમના ગઠબંધન વિશે વાત કરતાં, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, BJP CM એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથ સાથે જોડાયેલું છે, જેનું ચૂંટણી પ્રતીક ધનુષ અને તીર છે, જે બાળ ઠાકરેના સિદ્ધાંતોને પગલે ચાલે છે.

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે ખાતરી આપી છે કે, શિવસેના, NCP, RPI(A) અને BJP સંયુક્ત રીતે ખૂબ જ મજબૂત મોરચો રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો આ ગઠબંધન દ્વારા કરવામાં આવેલા 'સારા કામ'માં સાતત્ય ઇચ્છે છે અને 2047 સુધીમાં PM નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ વહીવટ ઇચ્છે છે.

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે, ત્યારપછી 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે, ત્યારપછી મહારાષ્ટ્રની ભાવિ રાજનીતિનો ખુલાસો થશે.

જોકે, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ખુલ્લેઆમ કહ્યું છે કે, મહારાષ્ટ્ર રાજ્યમાં BJPના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનની જ સરકાર બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp