ગૌતમ અદાણીની આ કંપનીના શેરમાં ધડાધડ ગાબડા કેમ પડ્યા?

PC: twitter.com

ગૌતમ અદાણીની મુશ્કેલી ઓછું થવાનું નામ જ નથી લેતી.બુધવારે ગૌતમ અદાણીની કંપની અદાણી વિલ્મરનાના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થયા અને આ કંપનીના શેરોના ભાવમાં ગાબડાં પડી ગયા હતા.

અદાણી વિલ્મરે બુધવારે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક ગાળામાં 130 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી છે. ગયા વર્ષે આ સમાન ગાળામાં 48 કરોડનો નફો હતો. કંપનીની આવક આ બીજા ત્રિમાસિક ગાળામાં 12331 કરોડ થઇ છે જે ગયા વર્ષે આ સમાન ગાળામાં 14209 કરોડ રૂપિયા હતા.

અદાણી વિલ્મરનો ભાવ બુધવારે 327 પર ખુલીને 315 સુધી પહોંચી ગયો હતો. ગુરુવારે 316 રૂપિયા પર ટ્રેડ કરતો હતો. અદાણી વિલ્મરના શેરના ભાવ એક વર્ષમાં 55 ટકા અને 6 મહિનામાં 24 ટકા જેટલા તુટી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp