સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, સરકારી તિજોરી પર 12000 કરોડ બોજ પડશે

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (ડીએ)નો વધારાનો હપ્તો અને પેન્શનર્સને મોંઘવારી રાહત (ડીઆર)નો વધારાનો હપ્તો આપવા માટે મંજૂરી આપી દીધી છે, જે 01.07.2023થી લાગુ પડશે, જે ભાવવધારા સામે વળતર આપવા માટે મૂળ પગાર/પેન્શનનાં હાલનાં 42 ટકાનાં દર કરતાં 4 ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર છે, જે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે.

મોંઘવારી ભથ્થા અને મોંઘવારીમાં રાહત એમ બંનેના કારણે સરકારી તિજોરી પર વાર્ષિક રૂ.12,857 કરોડની સંયુક્ત અસર થશે. તેનાથી કેન્દ્ર સરકારના આશરે 48.67 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનર્સને લાભ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp