શું ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાને 'દુશ્મને' કરાવ્યું કરોડોનું નુકસાન? 

PC: moneycontrol.com

ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકીયાનો દુશ્મન કોણ? એ વિષય પર Khabarchhe.com બે દિવસથી માહિતી આપી રહ્યું છે. રશિયા યુક્રેન યુદ્ધ પછી અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો મુકયા હતા અને રશિયાની અલરોઝા ડાયમંડ માઇન્સ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા. અલરોઝાની રફ ડાયમંડનો મોટો હિસ્સો સુરતમાં આવે છે. યુક્રેન થોડા સમય પહેલા ઇન્ટરનેશનલ વોર સપોર્ટ લિસ્ટ જાહેર કર્યુ હતું, જેમાં એક માત્ર ડાયમંડ કંપની  SRKનું જ નામ હતું. એ પછી  યુક્રેને  SRKનું નામ યાદીમાંથી હટાવી દીધું હતું અને SRKને ક્લીનચીટ આપવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે ભારતની જ એક અગ્રણી ડાયમંડ કંપનીએ  SRK સામે ફરિયાદ કરી હતી. ડાયમંડની મોટાભાગની નિકાસ અમેરિકામાં થતી હોવાથી SRKને કરોડો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp