પહેલા ત્રિમાસિકમાં ફાઇનાન્સિયલ સેક્ટરની કમાણીમાં આવશે ઘટાડો, બેન્કિંગ શેર...

PC: linkedin.com/in/vinay-jaising

નાણાકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકના પરિણામ જુલાઈ મહિનામાં આવાના શરૂ થઈ જશે. જેએમ ફાઇનાન્સિયલ સર્વિસીસના એમડી- પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ વિનય જયસિંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, પહેલા ત્રિમાસિકમાં સામાન્ય વ્યક્તિની ખપતને પગલે વેચાણમાં થનારા વધારા અને કમોડિટીની કિંમતોમાં ઘટાડાને પગલે કંપનીઓના માર્જિનમાં કેટલો વધારો થયો છે, તેના પર બજારની નજરો રહેવી જોઈએ. તેમનું માનવુ છે કે, El Nino નો પ્રભાવ ઘણી હદ સુધી નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિકમાં જ જોવા મળશે. તેમનું એવુ પણ કહેવુ છે કે, નાણાકીય વર્ષ 2023માં 45 ટકા કરતા વધુનો વધારો જોનારા ફાયનાન્સિયલ સેક્ટરની કમાણીમાં નાણાકીય વર્ષ 2024ના પહેલા ત્રિમાસિકમાં 12-15 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

ભારતીય ઇક્વિટી બજારનો 27 વર્ષો કરતા વધુ અનુભવ રાખનારા વિનયનું કહેવુ છે કે તેમને બેંક પસંદ છે પરંતુ, ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરની બીજી તરફના કારોબાર કરનારી કંપનીઓમાં તેમની રુચિ નથી. જવાબમાં વિનય જયસિંગે કહ્યું કે, અમેરિકામાં 2 અને 10 વર્ષીય દરો પીક બેકવર્ડેશનની નજીક છે. 2 વર્ષીય દર 4.7 ટકા અને 10 વર્ષીય દર 3.7 ટકા છે. આ અંતર એક મહિના પહેલાના 50 બીપીએસથી વધીને 100 બીપીએસ થઈ ગયો છે. ડેટ સીલિંગ વધારવાથી તેમા નરમી નથી આવી.

જોકે, એફઓએમસી બેઠકમાં આવેલા નિવેદનોથી લાગે છે કે, મોંઘવારીને ઓછી કરવા માટે વર્ષના અંત સુધી દરોમાં 0.50 ટકાનો વધારો થઈ શકે છે. 23 મેના રોજ યૂએસ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ 50.2થી વધીને 54.3 પર પહોંચી ગયો છે. સર્વિસીસ પીએમઆઈ પણ 53.6ની સરખામણીમાં વધીને 54.9 થઈ ગયો છે. અમેરિકાએ લિક્વિડિટી પણ ખૂબ જ ઘટાડી દીધી છે અને તેનું દેવુ આશરે 32 ટ્રિલિયન ડૉલરના અત્યારસુધીના ઉચ્ચતમ સ્તર પર છે. તેનો મતલબ છે કે, મંદીની ખૂબ જ સંભાવના છે અને અમેરિકાએ દરો વધારીને અર્થવ્યવસ્થાને વધુ ધીમી કરવા માટે મજબૂર થવુ પડશે.

રિયલ એસ્ટેટ થીમને રમવા માટે બિલ્ડિંગ મટીરિયલ કંપનીઓ વધુ સારો વિકલ્પ છે? આ સવાલના જવાબમાં વિનય જયસિંગે કહ્યું કે, બિલ્ડિંગ મટીરિયલ સ્પેસમાં ટાઇલ્સ, સિમેન્ટ, પાઇપ, પેઇન્ટ અને બીજું બિલ્ડિંગ મટીરિયલ બનાવનારી કંપનીઓ સામેલ હોય છે. આ તમામને કોલસા અને તેલની કિંમતોમાં ઘટાડાનો ફાયદો મળશે. તેનો મતલબ એ છે કે, આવનારા ત્રિમાસિકમાં તેના માર્જિનમાં સુધારો થઈ શકે છે. બિલ્ડિંગ મટીરિયલ કંપનીઓની સાથે બીજી સારી વાત એ છે કે, તે રિપ્લેસમેન્ટ માર્કેટની જરૂરિયાતોને પણ પૂરી કરે છે. જેને, કોર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી પૂરી નથી કરી શકતી. એવામાં નિવેશના દ્રષ્ટિકોણથી બિલ્ડિંગ મટીરિયલ કંપનીઓ સારી દેખાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp