GSTમાંથી બેકિંગ સેવાઓને મળી શકે છે મુક્તિ, જાણો શું ફાયદાઓ મળશે

PC: timedotcom.com

ATMમાંથી પૈસા ઉપાડવા અને અન્ય બેંકિંગ સેવાઓ મોંધી થવાની ભીતિ હવે સમાપ્ત થશે. બેંક તરફથી તમને આપવામાં આવતી સેવાઓ પર GSTમાંથી મુક્તિ મળી શકે છે. બેંક તરફથી ચેકબુક આપવી અને ATMમાંથી પૈસા ઉપાડવા જેવી સેવાઓને GSTમાંથી મુક્તિ મળી શકે છે. ફાયનાન્સ મીનીસ્ટ્રીના એક સિનિયર અધિકારીએ આ જાણકારી આપી હતી.

બેંક તરફથી ગ્રાહકોને આપવામાં આવતી ફ્રી સેવાઓ ઉપર GST લાગવું જોઈએ કે નહીં તે વિષયને ક્લીયર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સંબંધમાં નાણાકીય સેવા વિભાગે રેવેન્યૂ ડીપાર્ટમેન્ટને સ્થિતિ સાફ કરવા માટે કહ્યું છે.

એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે રેવેન્યૂ ડીપાર્ટમેન્ટ નાણાકીય સેવા વિભાગને કહી શકે છે કે ફ્રી બેંકિંગ સેવાઓ પર GST નહીં લાગશે. વાસ્તવમાં આ વિભાગ દ્વારા GSTને લઈને આ સવાલ એ નોટિસ પછી ઊભા થયા જે ઈન્કમટેક્ષ વિભાગે બેંકોને મોકલી હતી.

આ નોટિસમાં બેંકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાની તરફથી ગ્રાહકોને આપવામાં આવતી ફ્રી સેવાઓ પર ટેક્સ આપે. આ પછી નાણાકીય સેવા વિભાગે રેવેન્યૂ ડીપાર્ટમેન્ટને આ સંબંધે મુદ્દો ક્લીયર કરવા માટે કહ્યું હતું.

જો વિભાગ ગ્રાહકોને બેંક તરફથી મળતી ફ્રી સેવાઓ પર GST લગાવવાનો નિર્ણય લે છે તો સંભવ છે કે ગ્રાહકો માટે પણ ઘણી બેંકિંગ સેવાઓ મોંઘી થઈ શકે છે. એટલું જ નહીં ઘણી ફ્રી સેવાઓ માટે પૈસા પણ ચૂકવવા પડી શકે છે. તેનાથી સામાન્ય માણસ માટે ATMમાંથી પૈસા ઉપાડવા પણ મોંઘા પડી શકે છે. ઉપરાંત અન્ય ફ્રી બેંકિંગ સેવાઓ માટે પણ પૈસા ચૂકવવા પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp