60 કરોડનો છે આ પીળો હીરો, આટલા કેરેટ છે વજન

PC: dw.com

તમે 60 કરોડનો અને એ પણ પીળો હીરો ક્યારેય જોયો છે, જો ના, તો આજે અમે તમને એના વિશે જણાવીશું. કાર્ટિયર નામની કંપનીએ આ પીળા રંગનો ડાયમંડ બનાવ્યો છે. આ કંપનીએ એક બ્રોચમાં આ ડાયમંડને કંડાર્યો છે. કાર્ટિયર કંપનીએ બનાવેલો આ બ્રોચ જિનિવામાં ઓક્શનમાં મૂકાશે. આ ઓક્શન સોદબીજ દ્વારા કરવામાં આવશે. સોદબીજને આશા છે કે, આના માટે 72 લાખ અમેરિકન ડોલર એટલે કે લગભગ 60 કરોડ ભારતીય રૂપિયાની બોલી લાગે તેવી ચર્ચા છે.

પીળા રંગનો આ હીરો 101.29 કેરેટનો છે, ગોળાઈમાં આને કટ કરવામાં આવ્યો છે. જ્યારે આ હીરાને શેપ આપવામાં નહોતો આવ્યો ત્યારે આ 102.07 કેરેટનો હતો, પછી તેને આકાર આપવામાં આવ્યો અને હીરો 101.29 કેરેટનો થઈ ગયો હતો.

આ બ્રોચ 1952મા બનાવવામાં આવ્યો હતો અને કલાપ્રેમી મેજર અર્નેસ્ટ એલનટના કલેક્શનનો હિસ્સો છે. એટલે તેને એલનટ ડાયમંડ પણ કહેવામાં આવે છે. જ્યારે એલનટ ડાયમંડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે એક ફૂલની વચ્ચે લગાવવામાં આવ્યો હતો, આની આજુબાજુ હીરાથી બનેલી પાંદડીઓ પણ હતી.

પહેલીવાર આ હીરો 1996મા ક્રિસ્ટી નામના ઓક્શન હાઉસે 30 લાખ ડોલરમાં વેચ્યો હતો, ત્યારે આનો આકાર પણ બદલવામાં આવ્યો હતો. આ ડાયમંડની ગણતરી દુનિયાના સૌથી સુંદર હીરામાં થાય છે. અમેરિકાની ફેમસ સ્મિથસોનિયન્સ મ્યુઝિયમે જ્યારે દુનિયાના સૌથી સુંદર હીરાનું પ્રદર્શન આયોજિત કર્યું હતું, તેમાં પણ  આ હીરાને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp