મોંઘવારીની અસર બાળકો અને મોટેરાઓના આરોગ્ય પર પણ પડી રહી છે

PC: indianexpress.com

છેલ્લા સમયમાં ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્રામીણ ગુજરાતમાં ખાદ્યપદાર્થોના ભાવનો ફુગાવાનો દર એક વર્ષમાં લગભગ બમણો થયો છે. જે શહેરી ગુજરાત કરતાં વધુ છે. ગ્રામીણ પરિવારોમાં કઠોળ, શાકભાજી અને દૂધનો વપરાશ ઓછો થયો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તેનાથી સ્વાસ્થ્ય પર વધુ અસર થઈ શકે છે. ખેડૂતો, ખેત મજૂરો અને ગ્રામઉદ્યોગ અને પશુપાલકો માટે કપરા દિવસો ચાલી રહ્યાં છે.

ગ્રામીણ ખેડૂતો અને ખેત મજૂરો વધતી જતી મોંઘવારીનો ભોગ બની રહ્યા છે. માસિક રૂ. 10,000ની આવક ભોજન, ભાડું, ચા, દૂધ, તમાકું, વીજળીના બિલ, બીજા બીલ, બળતણના લાકડા કે એલપીજી સિલિન્ડર પાછળ જાય છે. લોકો દિવસમાં માત્ર એક જ શાક બનાવી શકે છે.

દૂધ હવે ચા બનાવવા અને બાળકોને થોડું આપવા માટે જ ખરીદવામાં આવે છે. મોંઘી દાળ ખરીદી શકતા નથી.જે દિવસે કમાણી ન થાય તે દિવસે ક્યારેક મરચું અને મીઠું સાથે રોટલી ખાય છે. ક્યારેક દાળ અને ભાત હોય છે. મજૂરી ન મળે કે ખેતરની કમાણી ન હોય ત્યારે આપણે શું ખાઈશું, એવો પ્રશ્ન આવીને ઉભો રહે છે?

સારા દિવસો હોય છે, ત્યારે તેને મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) હેઠળ કામ મળે છે અને 100થી 200 રૂપિયા કમાય છે. મજૂરી ન મળે ત્યારે સૂકી રોટલી ખાવી પડે છે.

મોંઘવારી ઘણી વધી ગઈ છે, ગ્રામીણ ગુજરાતમાં કોઈને પૂછો, આ બધાનો જવાબ છે. છેલ્લા બે મહિનામાં વધતી જતી મોંઘવારીએ તમામ જરૂરી ખાદ્ય ચીજોના ભાવમાં વધારો કર્યો છે.

રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા 13 મેના રોજ બહાર પાડવામાં આવેલ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) દર્શાવે છે કે એપ્રિલ 2022ના મહિના માટે ગ્રામીણ ભારતમાં કામચલાઉ ફુગાવાનો દર 8.38 ટકા હતો. જે શહેરી વિસ્તારોમાં 7.09 ટકા હતો. આમ હવે શહેરો કરતાં ગામડાઓ મોંઘવારી વધું છે આવું ભાગ્યે જ અર્થતંત્રમાં થયું છે.

એપ્રિલ 2022 માટે ગ્રામીણ ભારતનો ફુગાવાનો દર 8.38 ટકા હતો જે આગલા મહિને 7.66 ટકા હતો. ગયા વર્ષની સરખામણીમાં આ ઘણો મોટો ઉછાળો છે. એપ્રિલ 2021માં CPI 3.75 ટકા હતો. ગ્રામીણ ભારત માટે કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) એપ્રિલ 2022માં 8.50 ટકા નોંધાયો હતો. માર્ચ 2022માં તે 8.04 ટકા હતો. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ગયા વર્ષે એપ્રિલ 2020-21માં 1.31 ટકા હતો.

ગ્રામીણ ફુગાવો શહેરી ફુગાવા કરતાં વધુ ઝડપી છે. ગ્રામીણ વિસ્તારોમાં ભાડા પર રહેતા હોય એવું ઓછું છે. સિંગતેલ, રાયડી તેલ, બીટી કપાસીયા તેલ અને પામ ઓઈલ જેવા ખાદ્ય તેલ સહિત વિવિધ કોમોડિટીના ભાવમાં ભારે વધારો થયો છે.

ઉદાહરણ તરીકે, મસૂર દાળ (લાલ મસૂર) ની કિંમત એક વર્ષ અગાઉ 84.34 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 9 મે 2022ના રોજ 96.77 રૂપિયા થઈ ગઈ છે. ટામેટાના ભાવ ગયા વર્ષના 17.93 રૂપિયાથી વધીને 38.26 રૂપિયા થયા છે. દૂધના ભાવ રૂ. 47.85 પ્રતિ લિટરથી વધીને રૂ. 51.38 પ્રતિ લિટર થયા છે.

મોંઘવારીથી શાકભાજી અને દૂધ જેવા ખાદ્યપદાર્થો ગ્રામીણ વિસ્તારોમાં ફૂડ બાસ્કેટમાં રહ્યાં નથી. દૂધ અને પ્રોટીન ગાયબ થઈ ગયું છે. 50 રૂપિયાની શાકભાજી હવે 100માં આવે છે. ખેતરોમાં જે ખર્ચ કરે છે તેનાથી ખોરાકમાં દોઢ ગણો વધુ ખર્ચ કરવો પડે છે.

બાળકોને ઘર અને આંગણવાડીઓમાં પૂરતો ખોરાક મળતો નથી. છેલ્લા બે વર્ષમાં રોગચાળામાં રોજી ગુમાવી હવે રોટી પણ ગુમાવી છે. ગરીબ કલ્યાણકારી યોજનાઓ અને સરકારી રાશન તેમને ઓછું મળે છે અને તેના પર જીવે છે.

ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉદ્દેશ્ય દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અથવા ચોખા તેમજ કુટુંબ દીઠ મહિને એક કિલો આખા ગ્રામ મફત આપવાનો છે.ભારતમાં 80 કરોડ અને ગુજરાતમાં 6 કરોડ લોકોને અનાજ આપવામાં આવતું હોવાનો દાવો છે. લોકોનું જીવન રાસનના અનાજ અને મનરેગા પર ચાલી રહ્યું છે. ખેતી મોંઘી થઈ છે. જ્યાં માણસના સ્થાને ડિઝલથી ચાલતાં મશીનો આવી ગયા છે તેથી મજૂરી ઊંચી તો ગઈ છે પણ મજૂરીના વર્ષના દિવસો અડધા થઈ ગયા છે.

કોવિડ-19  અને આર્થિક મંદીએ કઠોળ, શાકભાજી અને ઈંડા જેવી વધુ મોંઘી ખાદ્ય ચીજોનો વપરાશ ઘટી ગયો છે. વધતી જતી મોંઘવારીએ ગ્રામીણ ઘરોમાં છોકરીઓના શિક્ષણને પણ અસર કરી છે. ઘણાં પરિવારોમાં પુત્રોને શિક્ષણ મળે છે પુત્રીને નહીં. વાત આજે સાચી પડી

ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022 ની વચ્ચે. રાઈટ ટુ ફૂડ કેમ્પેઈન અને સેન્ટર ફોર ઈક્વિટી સ્ટડીઝ દ્વારા હાથ ધરાયેલા હંગર વોચ-II સર્વે મુજબ, 10માંથી 8 ભારતીય પરિવારોએ રોગચાળા દરમિયાન અમુક પ્રકારની ખાદ્ય અસુરક્ષાની જાણ હતી. 25 ટકા લોકોએ ગંભીર ખાદ્ય અસુરક્ષાની જાણ હતી. મોટા ભાગના પરિવારોએ મહિનામાં બે કે ત્રણ વખતથી વધુ પૌષ્ટિક ખોરાક ખાતા નથી. માત્ર 27 ટકા ઉત્તરદાતાઓએ અઠવાડિયામાં એક કરતા વધુ વખત ઈંડા, માંસ, દૂધ, ફળો અને ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની જાણ કરી.

ત્રણ વર્ષ સુધીના બાળકનો વિકાસ આજીવન પરિણામ નક્કી કરે છે.પોષણક્ષમ ખોરાક ન મળે તો, બાળક શારીરિક અને માનસિક પરિસ્થિતિઓથી પીડાઈ શકે છે, જે તેમની ઉત્પાદકતાને મર્યાદિત કરી શકે છે. આ બાબત ગુજરાતના ભાવિ નાગરીકો માટે ખરતો બતાવે છે. જેની અસર 65 વર્ષની સરેરાશ આયુષ્ય સુધી રહેવાની છે. એનિમિયા એ ચિંતાનો વિષય છે.

ગામડામાં 2020-21માં 6-59 મહિનાની વયજૂથના 68.3 ટકા બાળકો એનિમિયા ધરાવતા જોવા મળ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં આ 15 ટકાનો વધારો છે. 2015-16 દરમિયાન 59.5 ટકા બાળકો એનિમિક હોવાનું જણાયું હતું. નવા પક્ષની સરકારમાં તેમાં 13-14 ટકારો વધારો થયો છે.

વધતી જતી મોંઘવારીનો કોઈ તાત્કાલિક ઉકેલ નથી. સસ્તા અનાજ પર લોકોએ લાંબો સમય સુધી રહેવું પડે એવું લાગી રહ્યું છે. ભૂખ સૂચકાંક અને વાસ્તવિક પોષણની ખામીઓ વધુ વધશે. ગુજરાત સરકારે માત્ર ચોખા અને ઘઉં આપવાના બદલે સારો ખોરાક, લીલાશાકભાજી અને ઇંડા-મરઘા એપીએમસીથી મફત આપવા જોઈએ.  અનાજની, તેલની અને કઠોળની વ્યવસ્થા વધારવી પડશે. જે માંગે તેને આ બધું તુરંત આપવાનું શરૂ કરવું જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp