RBIએ HDFC સહિત એકસાથે 5 બેંકોને દંડ ફટકાર્યો, લિસ્ટ જોઇ લો...

PC: livemint.com

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે કહ્યું કે, તેણે અમુક માનદંડોના ઉલ્લંઘન માટે બેંક ઓફ અમેરિકા અને HDFC બેંક લિમિટેડ પર 10,000-10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ફેમા(વિદેશી વિનિમય પ્રબંધન કાયદો) 1999ની ઉદારીકૃત ધનપ્રેષણ યોજના હેઠળ સૂચના ઉપલબ્ધ કરાવવાની આવશ્યક્તાઓ પર RBIના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે બેંક ઓફ અમેરિકા અને HDFC બેંકને દંડ ફટકારવામાં આવ્યો છે.

વધુ એક નિવેદનમાં, કેન્દ્રીય બેંકે કહ્યું કે, HDFC બેંક પર દંડ પ્રવાસીઓ પાસેથી જમા સ્વીકાર કરવાને લઇ નિર્દેશોના ઉલ્લંઘનને લઇ લગાવવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે 3 કો-ઓપરેટિવ બેંકો પર પણ દંડ લગાવ્યો છે. આ ત્રણેય અર્બન કો-ઓપરેટિવ બેંક(UCB) છે. રિઝર્વ બેંકે કહ્યું કે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની ધારા 47-એ(1), ધારા 45(4)(આઈ) અને ધારા 56ની જોગવાઈઓ હેઠળ RBIને મળેલી શક્તિઓનો ઉપયોગ કરતા આ પેનલ્ટી લગાવવામાં આવી છે.

5 અન્ય સહકારી બેંકોને પણ દંડ

આ ઉપરાંત વિભિન્ન નિયામક માનદંડોનું પાલન ન કરવાને લઈ 5 સહકારી બેંકોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. જે સહકારી બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો છે, તેમાં ધ પાટલિપુત્ર સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક(બિહાર), બાલાસોર ભદ્રક સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક(ઓરિસ્સા), ધાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટિવ બેંક(ગુજરાત), પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડ(ગુજરાત) અને મંડળ નાગરિક સહકારી બેંક(ગુજરાત) સામેલ છે.

ગ્રાહકો પર કેવી અસર પડશે

દેશની કેન્દ્રીય બેંકે કહ્યું કે, આ બધા મામલાઓમાં દંડ નિયામક અનુપાલનમાં ખામીના આધારે કરવામાં આવ્યો છે અને તેનો હેતુ સંસ્થાઓ દ્વારા પોતના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઇપણ લેવડ-દેવડ કે કરારની વૈધતા પર પ્રભાવ નાખવાનો નથી.

કઈ બેંકને કેટલી પેનલ્ટી

બિહારની પાટલિપુત્ર સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ પર 1.50 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

ગુજરાતની પાટણ નાગરિક સહકારી બેંક પર 1.50 લાખની પેનલ્ટી લગાવવામાં આવી છે.

બેન્કિંગ નિયામકે ગુજરાતમાં મંડળ નાગરિક સહકારી બેંક લિમિટેડ પર 1.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ધ બાલાસોર ભદ્રક સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક પર 50000 રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવી છે.

RBIએ ધાંગધ્રા પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp