નિવૃત્તિ પછી જો મહિને 1.50 લાખ જોઇએ તો આ સ્ટ્રેટેજી કેટલી કારગર?

PC: moneycontrol.com

આપણા દેશમાં વર્કિંગ ક્લાસની સંખ્યા ખૂબ જ વધારે છે. જેઓ નોકરીના શરૂઆતી વર્ષોમાં નિવૃત્તિ વિશે પ્લાન કરવાનું વિચારતા નથી. પણ નિવૃત્તિ પછી પોતાના ખર્ચા કઇ રીતે પૂરા કરવા એ વિશે વિચારવું જરૂરી હોય છે. જો યોગ્ય પ્લાનિંગ કરવામાં ન આવે તો નિવૃત્તિ પછી મુશ્કેલીઓ વધી જાય છે. માટે જરૂરી છે કે સમય રહેલા રિટાયરમેન્ટને લઇ પ્લાનિંગ કરી લેવામાં આવે.

શું SIP+SWP

નિવૃત્તિનો પ્લાન કરી રહ્યા હોઉ તો સૌથી પહેલા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP) અને સિસ્ટેમેટિક વિદ્રોઅલ પ્લાન(SWP) તમારી મદદ કરી શકે છે. આનો સૌથી પહેલા સ્ટેજ એ હોય છે જ્યારે તમે નોકરીમાં હોઉ છો અને તમે તમારા પગારનો એક ભાગ સારી યોજનાઓમાં રોકાણ કરી સંપત્તિમાં વધારો કરી શકો છો. આના માટે મ્યુચ્યુઅલ ફંડ SIP શ્રેષ્ઠ વિકલ્પ છે. SIPમાં રોકાણ કરવાથી મુદત પર સારા બેનિફિટ પણ મળે છે. SIP માટે યોગ્ય યોજનાઓ પસંદ કરીને નિવૃત્તિ પહેલા એક મોટો ફંડ તૈયાર કરી શકાય છે.

બીજા ફેઝમાં SWPનો વિકલ્પ પસંદ કરી શકાય છે. આ હાથમાં રેગ્યુલર આવક મેળવવાની પ્રભાવી રીત છે. SWPમાં તમે તમારી જરૂરત અનુસાર વિદ્રોઅલ અમાઉન્ટ અને તેના માટેનો સમય પસંદ કરી શકો છો. SWP એ રોકાણકારો માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે, જેઓ એકવાર રોકાણ કરીને દર મહિને એક નક્કી કરેલી રાશિ કમાવવા માગે છે. આમાં નક્કી સમય પર એટલે કે દર મહિને, 3 મહિને કે પછી વર્ષભરમાં નક્કી રકમ તમને મળી રહે છે.

બેસ્ટ SIP રિટર્નવાળી સ્કીમ

SBI કંઝપ્શન ઓપોર્ચ્યુનિટી ફંડમાં 20 વર્ષમાં SIP રિટર્ન 19 ટકા વાર્ષિક

ICICI પ્રૂ ટેક્નોલોજી ફંડમાં 20 વર્ષમાં SIP રિટર્ન 18.50 ટકા વાર્ષિક

સુંદરમ મિડકેપ ફંડમાં 20 વર્ષમાં SIP રિટર્ન 18 ટકા વાર્ષિક

નિપ્પોન ઈન્ડિયા ગ્રોથ ફંડમાં 20 વર્ષમાં SIP રિટર્ન 17.50 ટકા વાર્ષિક

SBI મેગ્નમ ગ્લોબલ ફંડમાં 20 વર્ષમાં SIP રિટર્ન 17 ટકા વાર્ષિક

SIPની ગણતરી

મંથલી SIP: 12,000 રૂપિયા

સમયગાળો: 20 વર્ષ

અંદાજિત રિટર્ન: 15 ટકા વાર્ષિક અંદાજિત

કુલ રોકાણ: 28,80,000 રૂપિયા

20 વર્ષ પછી SIP ની વેલ્યૂ: 1.80 કરોડ રૂપિયા

20 વર્ષ સુધી 1.50 લાખ રૂપિયા મંથલી ઈનકમ માટે SWP

તમે 20 વર્ષ સુધી SIP ભરી જો 1.80 કરોડનું કોપર્સ ભેગુ કર્યું છે અને વધુ 20 વર્ષ સુધી 1.50 લાખ રૂપિયા દર મહિને જોઇએ છે, એટલે કે 1 લાખ રૂપિયા મંથલી વિદ્રોઅલ વિકલ્પની સાથે તમે કોઇ સ્કીમમાં 20 વર્ષ માટે 1.50 કરોડ રૂપિયાનું SWP કરો છો અને તેના પર અંદાજિત વાર્ષિક 12 ટકા રિટર્ન ગણો છો. તો આ કંડીશનમાં 20 વર્ષ સુધી દર મહિને 1.50 લાખ રૂપિયા ઉપાડ્યા પછી પણ તમારા રોકાણની ફાઇનલ વેલ્યૂ 3.70 લાખ રૂપિયા રહેશે. આ ઉદાહરણમાં તમે 20 વર્ષ સુધી 1.50 લાખ રૂપિયા પ્રતિ મહિનાની નિકાસીથી લગભગ 3.6 કરોડ રૂપિયા પાછા લીધા. છતાં 3.70 લાખનું કોપર્સ બચ્યુ છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp