દેવું એ રીતે કરો કે જેમાંથી કમાણી થાય: ‘રિચ ડેડ, પૂઅર ડેડ’ના લેખક રોબર્ટની સલાહ

PC: twitter.com

અમીર બનવાનું સપનું કોને નથી હોતું, ગરીબ હોય તેને અમીર બનવાના સપના હોય અને જે અમીર હોય તેને વધારે અમીર બનવાના સપના હોય. અમેરિકાના લેખક રોબર્ટ કિયોસાકીએ 1997માં રિચ ડેડ, પૂઅર ડેડ પુસ્તક લખ્યું છે જે આજે 26 વર્ષ પછી પણ  ભારે ડિમાન્ડમાં છે. દુનિયાની આ બેસ્ટ સેલર બુક છે. જેમાં અમીર કેવી રીતે બનવું તેની વાત એક સ્ટોરી દ્વારા સમજાવવામાં આવી છે.

રોબર્ટ કિયોસાકીએ તાજેતરમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ મુકી હતી જેમાં તેમણે કહ્યું હતું કે,મારા માથા પર 1.2 અરબ ડોલરનું દેવું છે. અમીર બનવું હોય તો દેવુ કરવું જરૂરી છે.

બીજો કોઇ કાચો પોચો માણસ હોય તો આટલા મોટા દેવાથી નિરાશામાં આવી જાય, પરંતુ રોબર્ટ પોતાના દેવાથી પરેશાન નથી. તેમનું માનવું છે કે દેવું એ રીતે કરવું જોઇએ જેમાંથી કમાણી થવાની હોય. રોબર્ટે દેવું કરીને એ રૂપિયા ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp