પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોજના 47 રૂપિયા રોકો અને 60 વર્ષની વયે 35 લાખ મેળવો

PC: enterhindi.com

 લોકો એવી યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે જેમાં રૂપિયા ડુબી જવાનું જોખમ ઓછું હોય અને વળતર પણ સારું હોય પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજના આવોજ એક વિકલ્પ છે, જેમાં જોખમ ઓછું અને વળતર વધુ મળી શકે છે. આ યોજનામાં 19 વર્ષથી 55 વર્ષની વયના લોકો વીમો ખરીદી શકે છે. યોજનામાં વીમાની રકમ 10,000 રૂપિયાથી માંડીને  10 લાખ રૂપિયા સુધીની છે.

 પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનામાં તમે વીમાનું પ્રીમીયમ માસિક, ત્રિમાસિક, 6 મહિના કે વાર્ષિક આધાર પર કરી શકો છો. આ યોજનામાં એવી સુવિધા છે કે જો તમારીથી પ્રીમિયમની રકમ ભરવામાં ચૂક થઇ જાય તો પ્રીમિયમ જમા કરાવીને પોલીસીને ફરી ચાલુ કરાવી શકો છો. પ્રીમિયમ ભરવામા માટે ગ્રાહકોને 30 દિવસની છુટ આપવામાં આવે છે.

ગ્રામ સુરક્ષા યોજના બોનસની સાથે રકમની ખાત્રી આપે છે જે કાં તો 80 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી અથના તેમના કાનૂની વારસદારોને મૃત્યુની સ્થિતિમાં  ( જે વહેલું હોય ) તે મળે છે. ગ્રાહકો 3 વર્ષ પછી પોલીસી બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે, પરંતુ તેનાથી તેમને કોઇ ફાયદો થશે નહી.

એક ઉદાહરણથી સમજીએ કે 19 વર્ષની ઉમંરમાં 10 લાખ રૂપિયાની પોલીસી ખરીદો છો તો 55  વર્ષ માટે માસિક પ્રીમિયમ 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષની ઉંમરે માસિક પ્રીમિયમ 1411 રૂપિયા હશે. પોલીસી ખરીદનારને 55 વર્ષમાં 31.60 લાખ રૂપિયા, 58 વર્ષની ઉંમરમાં 33.40 લાખ રૂપિયા અને 60 વર્ષની ઉંમરમાં 34.60 લાખ રૂપિયા મળશે. મતલબ રોજના 47 રૂપિયા જમા કરો તો 35 લાખ રૂપિયા મેળવી શકશો.

 આ વીમા યોજનામાં પોલીસી ખરીદ્યાના 4 વર્ષ પછી ગ્રાહકોને લોન લેવાની સુવિધા પણ મળે છે. પોસ્ટ ઓફિસ ગ્રાહકોને બોનસ આપે છે. ગયા વર્ષે 1000 રૂપિયા પર 65 રૂપિયા બોનસ આપવમાં આવ્યું હતું.

 આ પોલીસના કોઇ પણ અપડેટ માટે તમે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો. અન્ય પ્રશ્નો માટે ગ્રાહકો માટે જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર 1800 180 5232/155232 અથવા પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ પર  http://www.postallifeinsurance.gov.in જઇને તમારું સમાધાન મેળવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp