અંબાણી પરિવાર પર નિયમભંગ કર્યાનો આરોપ, SEBIએ ફટકાર્યો આટલા રૂપિયાનો દંડ

PC: Financial times.com

માર્કેટ રેગ્યુલેટર સેબીએ દેશના સૌથી મોટા અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, નાના ભાઈ અનિલ અંબાણી અને પરિવારના અન્ય વ્યક્તિઓ પર કુલ રૂ.25 કરોડનો દંડ ફટકાર્યો છે. સેબીએ બે દાયકા જૂના એક કેસમાં અંબાણી પરિવાર પર આ દંડ ફટકાર્યો છે. વર્ષ 2000માં રીલાયન્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેસમાં નિયમોનું પાલન ન કરવા પર લગાવવામાં આવ્યો છે.

બે ભાઈઓ સિવાય પણ જે પરિવારજનો પર આ દંડ લગાવાયો છે એમાં નીતા અંબાણી, ટીના અંબાણી, કે.ડી. અંબાણી અને પરિવારના બીજા સભ્યનો સમાવેશ થાય છે. નીતા મુકેશ અંબાણીના પત્ની છે જ્યારે ટીના અનિલ અંબાણીના પત્ની છે. સેબીએ પોતાના 85 પાનાના એક આદેશમાં જણાવ્યું હતું કે, RILના બ્રાંડ પ્રમોટર્સ અને મિલી ભગત કરનારા કેટલાક લોકો કંપનીમાં 5 ટકા વધારે અધિગ્રહણ કરવા પાછળનો ખુલાસો કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. વર્ષ 2005માં અનિલ અને મુકેશ અંબાણી વ્યાપારી દ્રષ્ટિએ અલગ થઈ ગયા હતા. આદેશ અનુસાર RILના બ્રાંડ પ્રમોટર્સે 2000માં કંપનીમાં 6.83 ટકા ભાગીદારીનું સંપાદન કર્યું હતું. જે વર્ષ 1994માં જાહેર કરવામાં આવેલા 3 કરોડ વોરંટને બદલીને કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અનિયમિત શેરહોલ્ડિંગના મુદ્દે પણ આ દંડ ફટકારવામાં આવ્યો છે. રેગ્યુલેશન ટેકઓવરના નિયમનો ભંગ કરવા બદલ આ પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ સાથે 12 કરોડના ઈક્વિટી શેરનો મુદ્દો પણ સંકળાયેલો છે. સેબી અનુસાર RILએ મિલી ભગત કરનારા કેટલાક લોકો સાથે મળીને નોન ટ્રાંસફરેબલ પ્રોટેક્ટિવ ડિબેંચર વોરંટ શેરમાં ફેરફારના વિકલ્પનો ઉપયોગ કરી 6.83 ટકાની ભાગીદારી મેળવી લીધી હતી. જે નિયમની દ્રષ્ટિએ યોગ્ય નથી.

આદેશના આ કેસમાં તા.7 જાન્યુઆરી 2000ના રોજ શેરને જાહેર કરી એલાન કરવાની જરૂરીયાત હતી. વર્ષ 1994માં જાહેર કરવામાં આવેલા વોરંટના આધારે આ જ તારીખે RILના ઈક્વિટી શેરને અલોટ કરવામાં આવ્યા હતા. સેબીને જાણવા મળ્યું હતું કે, પ્રમોટર્સ અને મિલિ ભગત કરનારા કેટલાક લોકોએ આ અંગે કોઈ જાહેરાત કરી ન હતી. આ ઉપરાંત રેગ્યુલેશનના નિયમોનો પણ ભંગ કર્યો છે. સેબીએ એ વાત પણ સ્પષ્ટ કરી કે, આ કેસમાં સંબંધીત લોકોએ એકમ અને વ્યક્તિગત રીતે જુદી જુદી રીતે આર્થિક દંડ ચૂકવવો પડશે. આ માટેના જરૂરી દસ્તાવેજ પણ કંપની તથા કેસમાં રહેલા લોકોને મોકલી દેવાયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp