ભારતના 10 સૌથી અમીર યૂટ્યૂબર્સ, આની છે 122 કરોડની નેથવર્થ! એલ્વિશ છે કે નહિ જાણો

PC: gurugamer.com

વર્ષ 2020માં કોરોના કાળ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક એવું માધ્યમ બની ગયું હતું. જેણે ન માત્ર લોકોને કરોડો રૂપિયાની કમાણી કરાવી બલ્કે ગજબની લોકપ્રિયતા પણ હાંસલ કરી. આમાંથી YOUTUBE એક એવું માધ્યમ છે, જેના પર તમે વીડિયો જોઇ પણ શકો છો અને તેના દ્વારા કરોડો રૂપિયા પણ કમાઇ શકો છો. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર્સ અને યૂટ્યૂબરનો ઉલ્લેખ કરતા જ મનમાં એ સવાલ આવે છે કે ભારતના ટોપ 10 યૂટ્યૂબર કોણ છે? આજે ભારતના આવા જ 10 યૂટ્યૂબરો વિશે અમે જણાવી રહ્યા છે, જેમણે થોડા જ વર્ષોમાં રેકોર્ડ તોડી નાખ્યા છે.

કૈરી મિનાતી- કૈરી મિનાતી એટલે કે અજય નાગર યૂટ્યૂબ પર સૌથી વધારે સબ્સક્રાઈબ કરનારો ભારતીય છે. જેને 38 મિલિયન લોકોએ સબ્સક્રાઇબ કર્યો છે. અજયે 2010માં પોતાની પહેલી યૂટ્યૂબ ચેનલ લોન્ચ કરી હતી. જેની 41 કરોડની નેટવર્થ છે.

ટોટલ ગેમિંગ- અજ્જુ ભાઈ ગેમિંગના નામથી આ યૂટ્યૂબ પેજને 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. જેના 34.5 મિલિયન સબ્સક્રાઈર છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ યૂટ્યૂબરે તેનું આખું નામ અને ચહેરો આજની તારીખમાં ડિસ્ક્લોઝ કરી નથી.

આશીષ ચંચલાની- આશીષ ચંચલાની મહારાષ્ટ્રનો રહેવાસી છે. જેણે 2009માં યૂટ્યૂબ ચેનલની શરૂઆત કરી હતી. જેના 28.4 મિલિયન સબ્સક્રાઈબર્સ છે.

ટેક્નો ગેમર- ઉજ્જવલ ચૌરસિયાના નામના આ વ્યક્તિએ 2002માં ટેક્નો ગેમરની શરૂઆત કરી હતી. જેના આજે 31.9 મિલિયન સબ્સક્રાઈબર્સ છે.

રાઉન્ડ ટૂ હેલ- આ નામનું એક યૂટ્યૂબ પેજ છે. જેને ત્રણ મિત્ર જૈન, વસીમ અને નાઝિમે 2015માં બનાવ્યું હતું. જેના આજની તારીખમાં 29.4 મિલિયન ફોલોઅર્સ છે.

મિસ્ટર ઈન્ડિયા હેકરના નામથી દિલરાજ સિંહ રાવલે 2017માં પોતાની યૂટ્યૂબ ચેનલ લોન્ચ કરી હતી. આ અજમેર રાજસ્થાનનો રહેવાસી છે. જેના 30.1 મિલિયન સબ્સક્રાઈબર્સ છે.

બીબી કી વાઈન્સના નામથી જાણીતો યૂટ્યૂબર ભુવન બામ મુંબઇનો રહેવાસી છે. 2016માં તેણે તેના પેજની શરૂઆત કરી હતી. જેના 26 મિલિયન સબ્સક્રાઈબર્સ છે અને ભુવન બામ ફોર્બ્સની લિસ્ટમાં પણ સામેલ થઇ ચૂક્યો છે. એટલું જ નહીં હવે તે વેબ શોમાં પણ અભિનય કરતો જોવા મળે છે. રિપોર્ટ અનુસાર ભુવનની નેટવર્થ 122 કરોડની છે. 

દિલ્હી યૂનિવર્સિટીથી અભ્યાસ કરનાર અમિત ભડાનાએ લૉની ડિગ્રી હાંસલ કરી છે. પણ તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ પણ ક્રિએટ કરી છે. જેના 24.4 મિલિયન ફોલોઅર્સ છે.

સંદીપ મહેશ્વરી એક જાણીતો એન્ટરપ્રેન્યોર છે. 2012માં તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ લોન્ચ કરી હતી. જેના આજે 27.1 મિલિયન સબ્સક્રાઈબર્સ છે.

ટેક્નિકલ ગુરુજીના નામથી બનેલા યૂટ્યૂબ પેજને ગૌરવ ચોધરી નામનો વ્યક્તિ ચલાવે છે. જેણે 2015માં ટેક્નિકલ ગુરુજીની શરૂઆત કરી હતી. જેના આજની તારીખમાં 22.9 મિલિયન સબ્સક્રાઈબર્સ છે.

જોકે, આ લિસ્ટમાં અભિષેક મલ્હન અને એલ્વિશ યાદવનું નામ નથી. ખેર, આજની તારીખમાં હવે તો બોલિવુડની ઘણી અદાકારાઓએ પણ પોતાની યૂટ્યૂબ ચેનલ શરૂ કરી છે. એટલું જ નહીં ટેલિવિઝનના કલાકારોએ પણ પોતાની ચેનલ શરૂ કરી છે. દેખીતી વાત એ છે કે, યૂટ્યૂબ પર જો તમારું પેજ ચાલી જાય છે તો તમને સારી એવી કમાણી મળી રહે છે. તમારા પેજની લાઈક્સ, શેરિંગ અને સબ્સક્રાઈબર્સના હિસાબે આ સેલિબ્રિટીઓને આવક થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp