સહારાના સુબ્રતો રોયનું નિધન, શું રોકાણકારોના ફસાયેલા રૂપિયા અટવાઇ જશે?

PC: twitter.com

સહારા ઇન્ડિયાના સ્થાપક સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું અને ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રોય લાંબા સમયથી બિમાર હતા અને તેમની 75 વર્ષની વય હતી. સુબ્રત રોયના નિવેદન પછી રોકાણકારોમાં એ વાતની ચિંતા ઉભી થઇ છ કે, તેમના ફસાયેલા રૂપિયા પાછા મળશે કે નહીં. જો કે સેબીએ સ્પષ્ટતા કરી છે કે રોકાણકારો માટે સહારા ગ્રુપ પાસેથી મેળવેલી 24,000 કરોડની રકમ સેબી પાસે જમા છે એટલે રોકાણકારોએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી.

સહારા ગ્રુપની બે કંપનીઓ હતી એક સહારા ઇન્ડિયા  રિયલ એસ્ટેટ કોર્પોરેશન અને બીજી સહારા હાઉસીંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. આ કંપનીઓ લોકો પાસેથી  ફંડ ભેગું કરતી હતી. પરંતુ 2011માં સેબીએ નિયમોનું ઉલ્લંઘન હોવાનું કહીને રોકાણકારોના પૈસા પાછા આપવાનો આદેશ આપ્યો હતો.

જો તમારી સહારા ગ્રુપમાં રકમ ફસાઇ હોય તો સેબીમાં અરજી કરીને પરત મેળવી શકો છો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp