ભારતની જીત માટે 10 યુવકોએ રાખ્યું નિર્જળા વ્રત, બોલ્યા- WC આવશે, ત્યારે જ..

PC: aajtak.in

19 નવેમ્બર એટલે કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ થવાની છે. ભારતની આ મેચમાં જીત થાય અને તે વર્લ્ડ કપ પોતાના નામે કરે એટલે આખા ભારતવાસી દુવા કરી રહ્યા છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ તો ભારતની જીતને લઈને હવન-પૂજન પણ કરવામાં આવી રહ્યા છે. તો મુઝફ્ફરનગરના 10 છોકરાઓએ તો નિર્જળા વ્રત પણ રાખી લીધા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ભારત જીતી નહીં જાય, તેઓ ન તો કંઇ ખાશે અને નહીં પીવે.

શિવ ચોક પર પહોંચીને 10 યુવાઓને ભારતની જીત માટે પહેલા ભગવાન શિવશંકરની પૂજા કરી. પછી સંકલ્પ લીધો કે તેઓ રાત્રે 12:00 વાગ્યાથી નિર્જળા વ્રત રાખશે. આ દરમિયાન ન તો તેઓ કંઇ ખાશે અને નહીં કંઇ પીવે. આ યુવાનોનું એમ પણ કહેવું છે કે જો કોઈ કારણે ભારતીય ટીમ મેચ હારી જાય છે તો પછી ક્યારેય પોતાના જીવનમાં ક્રિકેટ મેચ નહીં જુએ. તો ફતેહપુરમાં પણ ભારતની જીતની દુવા કરતા સુંદરકાંડના પાઠ બાદ હવન-પૂજા કરાવવામાં આવી. ફતેહપુર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આગેવાનીમાં આ સુંદરકાંડ અને હવન-પૂજન કરાવવામાં આવ્યું.

યુવા ખેલાડીઓ સાથે સાથે મહિલાઓએ પણ હવન-પૂજન કરતા ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરી. આ હવન-પૂજન સિદ્ધિપીઠ મોટે મહાદેવનમાં કરાવવામાં આવી. ભારતીય ટીમનું બેનર લગાવીને આ પૂજા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે. તો દક્ષિણ આફ્રિકાની ટીમને હરાવીને ઓસ્ટ્રેલિયન ટીમ ફાઇનલ પહોંચી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બરના રોજ ફાઇનલ મેચ થશે. જે પણ વિજેતા હશે, વર્લ્ડ કપ તેને જ મળશે.

આ અગાઉ વર્ષ 2011માં ભારતમાં વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. એ સમયે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો, જ્યારે આ વખત ભારતીય ટીમની કેપ્ટન્સી રોહિત શર્માના હાથમાં છે. ટીમના બધા ખેલાડીઓએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું નથી. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી. બધા ભારતીયોને પૂરી આશા છે કે આ વખતનો વર્લ્ડ કપ ભારતના નામે જ થશે. ખેર આજે એ તો ખબર પડી જ જશે કે વર્લ્ડ કપની ટ્રોફી કોના હાથમાં જશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp