આ રાજ્યોમાં બનશે 12 ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી, મળશે 10 લાખ નોકરીઓ, ગુજરાત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટે ઘણા મોટા નિર્ણય લીધા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટીને મંજૂરી આપવામાં આવી. તેના પર 28 હજાર 602 કરોડ રૂપિયા સરકાર ખર્ચ કરશે. તેનાથી લગભગ 10 લાખ જોબ્સના અવસર ઉત્પન્ન થશે. તેમાંથી 2 ઔદ્યોગિક શહેર આંધ્ર પ્રદેશ અને એક બિહારમાં વિકસિત કરવામાં આવશે. ઉત્તરાખંડને પણ એક ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટીની ભેટ મળી છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આ અભિયાન હેઠળ છેલ્લા 3 મહિનામાં ઘણા મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. લગભગ 2 લાખ કરોડના પ્રોજેક્ટ પાસ કરવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટસિટીમાં કુલ 1.52 લાખ કરોડથી વધુનું રોકાણ આવવાની સંભાવના છે. બજેટમાં સરકારે ખાનગી અને સરકારી ભાગીદારીથી એવા શહેરોના વિકાસની જાહેરાત કરી હતી. દેશના 100 શહેરો કે તેમની પાસે ‘પ્લગ એન્ડ પે’ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક વિકસિત કરવાની જાહેરાત કરી હતી.
જે વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી વિકસિત કરવામાં આવશે, તેમાં ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા, પટિયાલા, મહારાષ્ટ્રમાં દિધી, કેરળમાં પલક્કડ, ઉત્તર પ્રદેશમાં આગ્રા અને પ્રયાગરાજ, બિહારમાં ગયા, તેલંગાણામાં ઝહીરાબાદ, રાજસ્થાનના પાલી અને આંધ્ર પ્રદેશના ઓવરક્કલ અને કોપ્પાથી સામેલ છે. ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટીને વિકસિત ભારતની થીમ પર તૈયાર કરવામાં આવશે.
સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનાની જેમ શહેરોને ચારેય તરફ રોડ બનાવવામાં આવશે. તેનાથી 10 લાખ પ્રત્યક્ષ અને 20 લાખથી વધુ રોજગારના અવસર ઉત્પન્ન થશે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા અને જોબ્સના અવસર ઉત્પન્ન કરવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે. તેનો મોટો ફાયદો આંધ્ર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોને થવાનો છે. મોદી સરકારે 3 મહત્ત્વના રેલ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપી છે. જમશેદપુર, પુરુલિયા, આસનસોલ કોરિડોર માટે ત્રીજી લાઇનને મંજૂરી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp