આ 12 વર્ષના છોકરાને છે અજીબ બીમારી, ખોળામાં લેવાની સાથે જ તૂટી જાય છે હાડકાં
ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના દેહલી ગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઘુડિયા બાગ મોહલ્લાના રહેવાસી 12 વર્ષીય રોહિતને ખોળામાં ઉઠાવી લેવા પર તેના શરીરના હાડકાં તૂટી જાય છે. રોહિતના શરીરના પાર્ટ્સ પણ વાંકા ચૂકા છે. શરીર જન્મથી જ એવું છે. હાડકાં તૂટવા પર રોહિત એકદમ રડતો રહે છે. પરિસ્થિતિ એટલી ખરાબ હોવા છતા રોહિત પોતાની પરચુરણની દુકાન પર બેસે છે. જોકે તે કોઈ ગ્રાહકને સામાન આપી શકતો નથી પરંતુ ગ્રાહક આવવા પર પરિવારના કોઈ સભ્યને બોલાવે છે.
રોહિતે કહ્યું કે, મમ્મી મને એડમિશન માટે શાળાએ લઈ ગઈ હતી પરંતુ મારું એડમિશન ન થઈ શક્યું. મને ભણવાનો શોખ છે. હું ભણવા માગું છું અને એક અધિકારી બનવા માગું છું. રોહિત ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેણે જણાવ્યું કે, મને કોઈ ખોળામાં ઉઠાવી લે તો મારા હાડકાં તૂટી જાય છે. મને માત્ર મારી મમ્મી ઉઠાવી શકે છે. હું દુકાન પર બેસું છું. મમ્મી ઘરનું કામ કરે છે. રોહિતની માતાએ જણાવ્યું કે, રોહિતનો જન્મ વર્ષ 2012માં મલખાન સિંહ હૉસ્પિટલમાં થયો હતો. જન્મ થતા જ તે ખૂબ રડી રહ્યો હતો.
રોહિતની માતાએ આગળ જણાવ્યું કે, અમે ઘણી જગ્યાએ સારવાર કરાવી છતા કોઈ ફાયદો ન મળ્યો. ડૉક્ટરોએ ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ, રોહિત સ્વસ્થ ન થયો. ઘણી જગ્યાએ હાડકાં તૂટી ગયા હતા. સંભાવના મુજબ ઘણા વર્ષો સુધી સારવાર કરાવી. હવે મારી પાસે પૈસા બચ્યા નથી. નાનો-મોટો પરિવાર છે. અમે ખૂબ ગરીબ છીએ. પતિ 200 રૂપિયા કમાય છે એવામાં ગુજરાન કઈ રીતે ચાલે. રોહિતની માતાએ કહ્યું કે, હું છોકરાના એડમિશન માટે પણ શાળાએ ગઈ હતી પરંતુ એડમિશન ન થયું.
મારી દેરાણીનો દીકરો છે તે ટ્યુશન ભણાવે છે. હું ઇચ્છું છું કે સરકાર કે કોઈ વ્યક્તિ મદદ કરી દે તો મારા દીકરાની સારવાર થઈ જાય. જોકે હું અત્યાર સુધી કોઈ અધિકારી અને નેતા પાસે પહોંચી શકી નથી. એક વખત પૂર્વ મેયર શકુંતલા ભારતી પાસે જરૂર ગઈ હતી. તો બાળ રોગ નિષ્ણાંત ડૉ. પ્રદીપ બંસલે જણાવ્યું કે ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા જેવી બીમારી 50 હજાર બાળકોમાંથી 1માં જોવા મળે છે. આ બાળકોની ઉંમર ઘણી ઓછી હોય છે એવામાં છોકરના પરિવારના લોકો સારી રીતે દેખરેખ કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp