5 વર્ષમાં OBC, SC કે ST કંઈ કેટેગરીના સૌથી વધુ બન્યા IAS, IFS? સરકારે આપ્યો જવાબ
ટ્રેની IAS પૂજા ખેડકરના કથિત રૂપે OBC સર્ટિફિકેટથી નોકરી હાંસલ કરવાનો મામલો સામે આવ્યા બાદ સેવામાં રિઝર્વેશનને લઈને પણ એક બહેસ ચાલી રહી છે. આ દરમિયાન સરકારે સંસદમાં જણાવ્યું કે, SC, ST, OBC કેટેગરીને કેટલા IAS, IPS અને IFS (વિદેશ સેવા) અધિકારી છે. તેની જાણકારી સરકાર પાસે સંસદમાં માગવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે ભારતીય પ્રશાસનિક સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS)માં ભરતી સંઘ લોક સેવા આયોગના નિયમો મુજબ કરવામાં આવે છે.
હાલના નિયમો અનુસાર UPSC સિવિલ સેવામાં SC, ST, OBCને ક્રમશઃ 15 ટકા, 7.5 ટકા અને 27 ટકા અનામત મળે છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, વર્ષ 2018માં OBCથી 54 IAS, 40 IPS અને 40 IFS અધિકારી બન્યા હતા. આ વર્ષે SC કોટાથી 29 IAS, 23 IPS, 16 IFS ભરતી થયા હતા. જ્યારે ST જેટેગરીમાં 14 IAS, 9 IPS અને 8 IFS અધિકારીઓની પસંદગી થઈ હતી.
મંત્રી દ્વારા શેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ 2019માં 103 IAS, 75 IPS અને 53 IFSની નિમણૂક કરવામાં આવી. વર્ષ 2020માં 99 IAS, 74 IPS અને 50 IFS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી, જ્યારે વર્ષ 2021 દરમિયાન SC, ST અને OBC શ્રેણીઓથી સંબંધિત 97 IAS, 99 IPS અને 54 IFS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. વર્ષ 2022માં આ શ્રેણીઓ હેઠળ 100 IAS, 94 IPS અને 64 IFS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી.
સરકારે જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં અનામત અને પછાત કેટેગરીથી 1195 ઉમેદવારોને IAS, IPS અને IFS સેવાઓ માટે પસંદ કરવામાં આવ્યા. આ આંકડાઓને વર્ષ મુજબ જોઈએ તો વર્ષ 2018માં 233, 2019માં 231, 2020માં 223, 2021માં 250 અને વર્ષ 2022માં 258 અનામત અને OBC કેટેગરીના ઉમેદવાર IAS, IPS અને IFS બન્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp