12માના વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં મૂકેલી 100-100ની નોટ, ટીચરે જુઓ શું કર્યું

PC: indiabreaking.com

આ દિવસોમાં ભારતના મોટાભાગના રાજ્યોમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. બોર્ડની પરીક્ષાનું ઘણું મહત્વ છે. આ પરીક્ષાઓ વિદ્યાર્થીના જીવનની દિશા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થીના જીવનમાં કઇ કારકિર્દી પસંદ કરવી, તે કઈ કોલેજમાં, કેવી રીતે પ્રવેશ મેળવશે, તે તમામ બાબતો આ બોર્ડની પરીક્ષાઓ પર નિર્ભર કરતી હોય છે. ઘણા બાળકો આ પરીક્ષા માટે ઘણા સમય અગાઉથી તૈયારીઓ કરતા હોય છે, અને મહેનત કરીને પોતાનું કેરિયર બનાવતા હોય છે, પરંતુ ઘણા એવા બાળકો પણ છે જે સ્કૂલમાં તો સમયસર અભ્યાસ કરતા નથી અને આવી મહત્વની પરીક્ષા પાસ કરવા અવનવી યુક્તિઓનો આશરો લેવા લાગે છે.

આવા જ કેટલાક બાળકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક શિક્ષક વિદ્યાર્થીઓની આન્સરશીટ ચેક કરતા જોઈ શકાય છે. પરંતુ આ વીડિયોમાં એક ખાસ વાત જોવા મળી. જેને જોઈને આંચકો લાગ્યો હતો. વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસતી વખતે શિક્ષકને દરેક ઉત્તરવહીના પાના વચ્ચેથી પૈસા મળતા હતા. કોઈ વિદ્યાર્થીએ ઉત્તરવહીની અંદર દસ રૂપિયાની નોટ રાખી હતી, તો કોઈ વિદ્યાર્થીએ વીસ રૂપિયાની નોટ રાખી હતી. એક વિદ્યાર્થીએ તો તેમાં પચાસ રૂપિયાની નોટ પણ રાખી હતી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શિક્ષક ખૂબ જ ઝડપથી ઉત્તરવહી તપાસતો જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે, જાણે તે જવાબ પણ વાંચી રહ્યો ન હતો અને માત્ર બધા જવાબો કાપી રહ્યો હતો. તેને આન્સર શીટમાંથી પૈસા મળવા લાગ્યા કે તરત જ તેણે તેમાંથી મળતી નોટોના આધારે માર્કસ આપવાનું શરૂ કર્યું. દસ રૂપિયા માટે, વિદ્યાર્થીઓને દરેક જવાબ માટે બે માર્ક, વીસ રૂપિયા હોય તો ત્રણ માર્ક અને પચાસ રૂપિયા હોય તો પાંચ માર્ક્સ આપતા જોવા મળ્યા હતા.

વીડિયો UP બોર્ડનો હોવાનું કહીને શેર કરવામાં આવ્યો હતો. પરંતુ ઘણા લોકોએ આ વીડિયોને ફેક ગણાવ્યો હતો. ઘણા લોકોએ લખ્યું છે કે, UP બોર્ડમાં આવી ઉત્તરવહીઓ આપવામાં આવતી નથી. તે માત્ર UP બોર્ડને બદનામ કરવા માટે જ શેર કરવામાં આવ્યું છે. ઘણાએ લખ્યું કે, શિક્ષક પણ લોભી છે. જ્યાં સુધી તેને પૈસા ન મળ્યા ત્યાં સુધી, તે તમામ જવાબોને ખોટા આપતો હતો અને જેવા તેને પૈસા મળવા લાગ્યા કે, તરત જ તેણે નંબર આપવાનું શરૂ કર્યું. હાલમાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp