AMUમા ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા 14 વિદ્યાર્થીઓ સામે રાષ્ટ્રદ્રોહ

PC: hindustantimes.com

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની જેમ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના એક જૂથે ખુલ્લેઆમ ભારત વિરોધી નારા લગાવ્યા હતાં. મંગળવારે એએમયુમાં સોશિયલ સાયન્સ ફેકલ્ટીમાં રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવાઈ હતી.જેમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ- ઈત્તેહાદુલ મુસ્લિમીનના નેતા અને સાંસદ અસુદ્દીન ઓવૈસીને આમંત્રિત કરાયા હતા.ઓવૈસીના કાર્યક્રમોનો કેટલાક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો.

ઓવૈસીનો વિરોધ કરનારા અજયસિંહ નામના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓના જૂથે માર માર્યો હતો. એ સાથે ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયા પ્રતિનિધિઓને પણ વિદ્યાર્થીઓએ માર માર્યો હતો. તમામ માટે ચોંકાવનારી બાબત એ હતી કે વિદ્યાર્થીનોના એક જૂથે કેમ્પસમાં રાષ્ટ્ર વિરોધી નારા લગાવ્યા હોવાનુ માનવામાં આવે છે. અને એટલે જ પાકિસ્તાનના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કરાયા હતા.જેનો વીડિયો પણ પોલીસને હાથ લાગ્યો છે. આ ઘટના બાદ કેમ્પસમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ સાથે તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવાયા છે અને 14 વિદ્યાર્થીઓ સામે પોલીસે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ સલમાન ઈ્મતિયાઝ, સચિવ હુઝૈફા આમિર, ઉપાધ્યક્ષ હમજા સૂફિયાન અને પૂર્વ સચિવ નદીમ અંસારીનો પણ સમાવેશ થાય છે.પોલીસનુ માનવું છે કે, 56 વિદ્યાર્થીઓ એવા છે જેમના પર પહેલાથી ગુના નોંધાયેલા છે.તેમની ધરપકડ માટે પોલીસે કોર્ટ પાસેથી બીનજામીનપાત્ર વોરંટની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp