150 વકીલોએ CJIને લખી ચિઠ્ઠી, HC જજ પર લગાવ્યા આરોપ, કેજરીવાલ સાથે સંબંધ

PC: indiatoday.in

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ સમયે દિલ્હીની આબકારીનીતિમાં તથા કથિત ભ્રષ્ટાચારના કેસમાં તિહાડ જેલમાં બંધ છે. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સાથે જોડાયેલા કેસમાં નીચલી કોર્ટ તેમને જામીન આપી ચૂકી છે. જો કે, હાઇ કોર્ટે તેના પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો, જેના પર સુનાવણી થવાની હજુ બાકી છે. દિલ્હીના લગભગ 150 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડને એક ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં કેજરીવાલના કેસમાં હાઇકોર્ટના વલણ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ચિઠ્ઠીમાં દિલ્હી હાઇ કોર્ટ અને નીચલી કોર્ટોમાં પ્રેક્ટિસ કરનારા લગભગ 150 વકીલોએ CJIને કહ્યું કે, જાણી જોઇને અરવિંદ કેજરીવાલની જમીન પર હાઇકોર્ટ દ્વારા લગાવવામાં આવેલા સ્ટેને લાંબો ખેચવામાં આવી રહ્યો છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની જામીન અરજી પર જજ નિર્ણય લેવામાં મોડું કરી રહ્યા છે અને લાંબી લાંબી તારીખ આપી રહ્યા છે. 21 માર્ચે EDએ મની લોન્ડ્રિંગના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ચૂંટણી દરમિયાન તેમને થોડા સમય માટે જેલથી બહાર આવવાનો અવસર જરૂર મળ્યો. જો કે, હાલના સમયમાં તેઓ ફરી જેલમાં છે.

વકીલો દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાઇ કોર્ટના જજ જસ્ટિસ સુધીર જૈને અરવિંદ કેજરીવાલના જામીન વિરુદ્ધ EDની અરજી પર સુનાવણી કરવી જોઇતી નહોતી કેમ કે જસ્ટિસ સુધીર જૈનના ભાઇ અનુરાગ જૈન EDના વકીલ છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે ઘણા એડ્વોકેટોએ ફરિયાદ કરી છે કે ન્યાયાધીશ ન્યાય બિંદુ દ્વારા અરવિંદ કેજરીવાલ દ્વારા જામીનના આદેશ પાસ કરવાના તુરંત બાદ રાઉજ એવેન્યૂ કોર્ટના જિલ્લા ન્યાયાધીશ દ્વાર એક આંતરિક પ્રશાસનિક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

જેમાં બધી વેકેશન કોર્ટોને નિર્દેશિત કરવામાં આવી હતી કે તેઓ કોઇ અંતિમ આદેશ પાસ નહીં કરે. કોઇ પણ કેસ હોય, તેઓ માત્ર નોટિસ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે 20 જૂન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ એવેન્યૂ કોર્ટે જામીન આપી દીધા હતા. તેના થોડા દિવસ બાદ જ CBIએ તેમને આ જ કેસ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં અરેસ્ટ કરી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp