નોકરિયાત વર્ગને વર્ષે માત્ર 17,500 રૂપિયાનો જ ફાયદો થશે

નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ફુલબજેટ રજૂ કર્યું ત્યારે લોકોને એવી અપેક્ષા હતી કે ફુલગુલાબી બજેટ જાહેર થશે, પરંતુ એવી કોઇ મોટી જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી. ટેક્સ સ્લેબમાં બદલાવ કરાયા છે, પરંતુ તેનાથી કોઇ ફાયદો નથી એવું જાણકારોનું કહેવું છે.

બજેટમાં 3લાખ સુધીની આવક ર શૂન્ય ટકા ટેક્સ, 3થી 7 લાખની આવક પર 5 ટકા, 7થી 10 લાખની આવક પર 10 ટકા, 12થી 15 લાખ પર 20 ટકા અને 15 લાખથી ઉપર 30 ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે.

જાણકારોનું કહેવું છે કે જેમની સેલરીને બદલે અન્ય સ્ત્રોતથી આવક છે તેમને વર્ષે માત્ર 10,000નો ફાયદો થશે, જ્યારે નોકરિયાત વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનનની મર્યાદાથી 50,000થી વધારીને 75,000 કરવામાં આવતા તેમને વર્ષે 17,500 રૂપિયાનો ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp