170 કિમી દૂર દુકાન પર પડી હતી કાર અને ટોલ કપાવાનો મેસેજ આવ્યો પછી...

PC: twitter.com

મધ્ય પ્રદેશમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના નર્મદાપુરમ જિલ્લામાં એક વ્યક્તિને ટોલ ટેક્સ કપાવાનો મેસેજ મળ્યો. અચરજની વાત એ છે કે, આ વ્યક્તિ ટોલ પ્લાઝાથી 170 કિલોમીટર દૂર હતો અને તેની ગાડી પણ તેની દુકાને 170 કિમી દૂર પડી હતી, તો પણ તેમને ફોનમાં ટોલ ટેક્સ કપાવાનો મેસેજ મળ્યો હતો. આ ઘટના સામે આવતા તે વ્યક્તિએ પરિવહન મંત્રી નીતિન ગડકરીને લેટર લખી દીધો છે.

રિપોર્ટ મુજબ દયાનંદ પચૌરી નામના વ્યક્તિ નર્મદાપુરમના માખનગર રોડ પર રહે છે. કાર તેમની દુકાનની આગળ પાર્ક હતી અને ત્યારે જ તેમને 170 કિલોમીટર દૂર વિદિશામાં આવેલા સિરોંજ ટોલ પ્લાઝાથી ટોલ ટેક્સ કપાવાનો મેસેજ આવે છે. તેમની કારમાં ફાસ્ટ ટેગ લગાવેલો છે.આને કારણે ટોલ સ્ટેશન પર નીકળતી વખતે ટોલ ટેક્સ ફાસ્ટ ટેગ નંબર મારફતે કપાય છે. પરંતુ અચરજની વાત એ છે કે, તેઓ કાર લઈને કંઈ ગયા જ નથી. તો પણ 27 નવેમ્બરે 170 કિલોમીટર દૂરથી તેમના ફાસ્ટ ટેગ નંબરથી 40 રૂપિયા કપાય ગયા હતા.

આમ તો આ રકમ કંઈ મોટી નથી અને લોકો આને અવગણીને કોઈ ફરિયાદ કરતા નથી, પરંતુ દયાનંદે આને જરા પર હળવાશમાં ન લેતા તુરંત ટોલ પ્લાઝાના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી. પરંતુ તેમની ફરિયાદ પર ટોલ પ્લાઝા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, ત્યારે કંટાળીને તેમણે વધુ એક્શન લેવાનો નિર્ણય લીધો.

દયાનંદે ટ્વીટર મારફેત કેન્દ્રીય રોડ પરિવાહનનો નંબર શોધ્યો અને તેમણે મિનિસ્ટ્રીના કાર્યાલયમાં ફોન કરીને આ ઘટના વિશે તમામ માહિતી આપી. દયાનંદે જણાવ્યું હતું કે, હું રોજની જેમ 27 નવેમ્બરે મારી દુકાન પર હતો, ત્યારે અચાનક મારા પર મેસેજ આવ્યો કે વિદિશા પાસે સિરોંજના ટોલ નાકા પર મારા 40 રૂપિયા કપાયા. હું આજ સુધી ક્યારેય સિરોંજ નથી ગયો. આ એક મોટો સ્કેમ હોય શકે છે. મેં તરત આની ફરિયાદ નોંધાવી, પરંતુ હજુ સુધી આના પર કાર્યવાહી થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp