મહારાષ્ટ્રની જેલમાં કેદીઓને પાણીપુરી,નારિયેળ પાણી, આઇસક્રીમ, 173 વસ્તુ ઉમેરાઇ

PC: ndtv.com

મહારાષ્ટ્રની જેલમાં કેદીઓ માટે 173 નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે. આ બધી વસ્તુઓ કેદીઓ જેલ કેન્ટીનમાંથી સરળતાથી ખરીદી શકશે. આ બધી વસ્તુઓ કેદીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવી છે. તમારા ઘરમાં પણ નહીં હોય અથવા કેટલીક ચીજ વસ્તૂઓના નામ કદાચ તમે સાંભળ્યા પણ નહીં હોય. ખાસ કરીને એવી આઇટમો છે જે સાંભળીને તમારા મોંઢામાં પાણી છુટી જશે. મહારાષ્ટ્રના કેદીઓને કેન્ટીનમાં હવે પાણીપુરી, આઇસક્રીમ, ચાટ મસાલા ઉપરાંત અથાણું, નારિયેળ પાણી, ચેસ બોર્ડ, ઓટ્સ, કોફી પાવડર, લોનાવાલા ચિક્કી, સુગર ફ્રી પ્રોડક્ટ્સ, પર્સનલ હાઇજીન પ્રોડક્ટસ વગેરેનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર જેલ ડિપાર્ટમેન્ટે કેદીઓ માટે કેન્ટીનમાં 173 ચીજ વસ્તુઓનો ઉમેરો કર્યો છે. આ યાદી બનાવતી વખતે કેદીઓ માટે જરૂરી સામાન અને મનોરંજનું પણ ધ્યાન રાખવામે આવ્યું છે. કેન્ટીનના મેનુમાં કુલ 173 નવી આઇટમ સામેલ કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર જેલ વિભાગે કેદીઓ માટે બરમૂડા, શોર્ટસ, ટી-શર્ટસ, ઓર્ગિનિક ફ્રુટ્સ, પીનર બટર, આર્ટ બુક, ફેસવોશ, હેર ડાઇ, નિકોટીન વાળી ગોળીઓ ઉપરાંત આઇસક્રીમ, પાણીપુરી, નારિયેળ પાણી, ચિક્કી એવું ઘણું બધું ઉમેર્યું છે.

ADGP (જેલ) અમિતાભ ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જો તમે કેદીઓને વધારે ટોક ટોક કરો તો તેમનો મૂડ બગડી શકે છે. નિયમોને ધ્યાનમાં રાખીને કેદીઓનું માનસિક સ્વાસ્થ્યને સારું બનાવીને તેમનામાં સુધારો લાવી શકાય છે. આને કારણે બધા પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે. તેમણે આગળ કહ્યુ કે, કેદીઓ તેમની ખાણી-પીણીની રીતમાં બદલાવ કરવાની જરૂર છે. જેને કારણે તેમનું માનસિક આરોગ્ય સારું રહે અને તેમના અભિગમમાં પણ સુધારો આવી શકે.

કેન્ટીનનો વેટ પાર્ટ પણ બદલાઈ ગયો છે, જેમાં સ્પ્રાઉટ્સ, બકરીનું માંસ, ભાજી પુરી, ઈંડા ભુરજી,પનીર ભુરજી, ઈડલી અને મેદુવડા ઉમેરવામાં આવ્યા છે. ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ પગલાથી કેદીઓના ખોરાકના વિકલ્પોને વિસ્તૃત કરીને તેમની સામાન્ય સુખાકારીમાં સુધારો થવાની સંભાવના છે. બીજી તરફ જેલ વિભાગે યાદીમાંથી કેટલીક વસ્તુઓ હટાવી દેવામાં આવી છે, જેમાં જન્મદિવસની કેક, શુદ્ધ ઘી અને માખણ, બામ, શૂ પોલિશ, ફૂટબોલ, પ્લાસ્ટિકના બોલ અને અન્ય સમાન વસ્તુઓનને મંજૂરી નથી.

જેલ વિભાગના હેડક્વાર્ટરના ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ જાલિન્દર સુપેકરે જણાવ્યું હતું કે, આ પગલું જેલ સુધારણા અને કેદીઓના પુનર્વસન વિશે વ્યાપક ચર્ચાને અનુરૂપ છે, જેમાં એકંદર સુધારણા પ્રક્રિયામાં સકારાત્મક પ્રવૃત્તિઓ અને આહારની પસંદગીની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp