મિયાં મુસ્લિમવાળા નિવેદન પર ફસાયા હિમંત બિસ્વા સરમા, 18 પાર્ટીઓએ કરી ફરિયાદ
મિયાં મુસ્લિમ’વાળા નિવેદનને લઈને આસામમાં 18 વિપક્ષી દળોએ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ મંગળવારે કહ્યું હતું કે તેઓ પક્ષપાત કરશે અને મિયાં મુસ્લિમોને આસામ પર કબજો નહીં કરવા દે. તેમના આ નિવેદન પર વિવાદ છેડાયો છે. કોંગ્રેસના નેતૃત્વમાં 18 વિપક્ષી દળોના સંયુક્ત મંચે આરોપ લગાવ્યો કે હિમંત બિસ્વા સરમાએ સમુદાયો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ, આસામ કોંગ્રેસના પ્રમુખ ભૂપેન બોરાએ કહ્યું કે, આસામમાં 18 વિપક્ષી દળોએ સંયુક્ત રૂપે મુખ્યમંત્રી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આસામના મુખ્યમંત્રી સાંપ્રદાયિક દંગા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વિધાનસભાની અંદર પણ સંવેદનશીલ નિવેદન આપી રહ્યા છે. અમે રાષ્ટ્રપતિને પણ ચિઠ્ઠી લખીશું. હિમંત બિસ્વા સરમાએ નાગાંવમાં 14 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાની પૃષ્ઠભૂમિમાં રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પર વિપક્ષી દળોના કાર્ય સ્થગન પ્રસ્તાવના સંબંધમાં વિધાનસભામાં બોલી રહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે જો વસ્તી વૃદ્ધિને નિયંત્રિત રાખવામાં આવતી તો ગુનાનો દર ન વધતો. બળાત્કારનો એક પણ કેસ સ્વીકાર્ય નથી. છતા જો છેલ્લા કેટલાક વર્ષમાં બળાત્કારની ઘટનાઓની સંખ્યા સાથે વસ્તી વૃદ્ધિ પર ધ્યાન આપવામાં આવે તો ગુનાનો દર ઓછો થઈ ગયો છે. છેલ્લા 10 વર્ષમાં ખૂબ સુધાર થયો છે. શિવસાગરમાં 17 વર્ષીય એક પહેલવાન પર કથિત હુમલા માટે મારવાડી સમુદાયના સભ્યો દ્વારા ઘૂંટણ ટેકવીને માફી માગવાના ઘટનાક્રમ પર નેતા દેબવ્રત સૈકિયાના આરોપોનું ખંડન કર્યું.
સરમાએ દાવો કર્યો કે, અમારા કેબિનેટ મંત્રી રનોજ પેગુને એ સુનિશ્ચિત કરવા મોકલવામાં આવ્યા હતા કે કોઈ વહેમ ન થાય. મારવાડી સમુદાયે ઉદારતા દેખાડી અને મામલો ઉકેલાઈ ગયો. કોઈએ ઘૂંટણ ટેકવવા મજબૂર કર્યા નથી. જ્યારે વિપક્ષી ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો તો મુખ્યમંત્રીએ સવાલ કર્યો કે, જ્યારે અમે લઘુમતીઓ બાબતે વાત કરીએ છીએ તો તમે નારાજ કેમ થાવ છો? સરમાએ કોંગ્રેસ અને UIDF ધારાસભ્યો પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમારી વચ્ચે લઘુમતી વોટ માટે પ્રતિસ્પર્ધા છે, હું આ રેસમાં નથી.
જ્યારે વિપક્ષે તેમના પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો તો સરમાએ પલટવાર કરતા કહ્યું કે, હું પક્ષપાત કરીશ. તમે શું કરી શકો છો? તીખી નોકઝોક વચ્ચે UIDFના ધારાસભ્ય રફીકુલ ઇસ્લામે કહ્યું કે, નીચલા આસામના લોકો ઉપર આસામના જિલ્લાઓમાં જશે કેમ કે આ તેમનો અધિકાર છે. કેટલાક સંગઠનોના આ ફરમાનનો સંદર્ભ આપ્યો કે ઉપલા આસામમાં તરત જતા રહો. સરમાએ કહ્યું કે, નીચલા આસામના લોકો ઉપલા આસામમાં કેમ જશે? જેથી મિયાં મુસ્લિમ આસામ પર કબજો કરી લે. અમે એવું નહીં થવા દઈએ.
બાંગ્લાભાષી મુસ્લિમ સમુદાયના લોકો માટે ‘મિયાં’ શબ્દનો ઉપયોગ વિરોધ સ્વરૂપ કરવામાં આવે છે અને ગેર બાંગ્લા ભાષી લોકો સામાન્ય રીતે તેમને બાંગ્લાદેશી પ્રવાસી બતાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગેર બાંગ્લા ભાષી સમુદાયના લોકોએ આ શબ્દનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો છે, કોંગ્રેસ, UIDF અને MKPના ધારાસભ્યો તેમજ એકમાત્ર અપક્ષ સભ્ય અખિલ ગોગોઈએ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ ગુના સહિત વધતી ગુનાની ઘટનાઓથી ઉત્પન્ન હાલત પર ચર્ચા માટે કાર્ય સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp