Video: જોત જોતામાં નીલગાયને જીવતી ગળી ગયો અજગર, નજારો જોઈને ભયભીત થયા ગ્રામજનો

PC: oneindia.com

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાથી એક હેરાન કરી દેનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વિશાળકાય અજગરે એક ઝટકામાં નીલગાયને પોતાની શિકાર બનાવી લીધી. એ નીલગાયને ગળતો નજરે પડી રહ્યો છે. આસપાસના ગ્રામજનોની ભીડ ઉપસ્થિત છે, જે આ નજારો જોઈને ભયભીત થઈ ઉઠી. આ ઘટનામાં નીલગાયનું મોત થઈ ગયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બસ્તીના એક ગામમાં શિવ મંદિર પાસે વિશાળકાય અજગર નીકળતા સનસની ફેલાઈ ગઈ હતી.

એટલો મોટો અજગર નીકળવાની ખબર જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ. ત્યારબાદ ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચી ગયા. તેમણે જોયું કે એક અજગરે એક નીલગાયને ગળી લીધી છે, જેના કારણે તેનું પેટ ફૂલી ગયું છે. ગ્રામજનોએ નીલગાયને બચાવવા માટે દરેક સંભવિત પ્રયાસ કર્યા. તેમણે નીલગાયને અજગરની પકડથી છોડાવી પણ લીધી, પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચૂક્યું હતું કેમ કે અજગરના મોઢાથી બહાર આવ્યા બાદ નીલગાયનું મોત થઈ ગયું હતું.

કહેવામાં આવી રહ્યું છે કે અજગર લગભગ 18 ફૂટ લાંબો હતો. તે કોતવાલી પોલીસ સ્ટેશનના ભદેશ્વરનાથ મંદિર પાસેના ખેતરોમાંથી નીકળ્યો હતો. અજગર એટલો મોટો હતો કે તેને જોઈને લોકો હેરાન રહી ગયા. અજગરે નીલગાયના બચ્ચાઓને જીવતા ગળી લીધા હતા. તેનું પેટ એટલું ફૂલી ગયું હતું કે જાણે એમ લાગી રહ્યું હતું કે કોઈ પણ સમયે ફાટી જશે. ગ્રામજનોએ અજગરના પેટથી નીલગાયને કાઢવા માટે તમામ પ્રયાસ કર્યા. અજગરે નીલગાયને ગળી પણ લીધી, પરંતુ બહાર આવ્યા બાદ ખબર પડી કે નીલગાય મરી ચૂકી છે. ગ્રામજનોએ તેની જાણકારી વન વિભાગને આપી. જાણકારી મળતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને અજગરને પકડી લઈ ગઈ. ત્યારબાદ ગામના લોકોએ રાહતના શ્વાસ લીધા.

એક અન્ય રિપોર્ટ મુજબ યુવકોએ અજગરને નીલગાયને ગળતો જોયો તો અંકિત, અમરેશ, પંકજ, આઝાદ, કપૂર વગેરે તેની પાસે પહોંચી ગયા. આ લોકોએ અજગરને ઘેરી લીધો. તેની પૂંછ પકડીને ખેચવા લાગ્યા. પોતાને ઘેરાયેલો અનુભવ કરીને અજગરે નીલગાયને કાઢી દીધી. જો કે, ત્યાં સુધી નીલગાયના બચ્ચાનું મોત થઈ ચૂક્યું હતું. નીલગાયને અજગરે કાઢી તો તેની હરકતોમાં ખૂબ તેજી આવી ગઈ. યુવક પણ એમ કહેતા પાછળ હટી ગયા કે તેમણે અજગરના પેટથી નીલગાય કાઢી લીધી. નીલગાયના બચ્ચાઓને કાઢ્યા બાદ અજગર પહેલા ઝાડીઓમાં ઘૂસ્યો અને ત્યાંથી થતા નદી તરફ જતો રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp