પાર્કિંગ સંચાલકોની ગુંડાગીરીનો વીડિયો વાયરલ, 2 વૃદ્ધોને કાર સાથે ટો કર્યા

PC: english.varthabharati.in

નોઇડામાં કોન્ટ્રાક્ટ પાર્કિંગ સ્ટાફની દબંગાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે, જેમાં એક ક્રેન લાલ રંગની હેચબેક કારને ખેચીને લઈ જઇ રહી છે, જ્યારે 2 વરિષ્ઠ નાગરિક તેની અંદર બેઠા છે. કારમાં બેઠા બે વરિષ્ઠ નાગરિકોએ નોઇડામાં કોન્ટ્રાક્ટ પાર્કિંગ કર્મચારીઓ પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ હૉસ્પિટલ ગયા હતા, ત્યારે કોન્ટ્રાક્ટ પાર્કિંગ કર્મચારીઓએ તેમની કારને ગેરકાયદેસર રૂપે ટો કરી દીધી. બંને વરિષ્ઠ નાગરિકોમાંથી એક હાર્ટ પેશન્ટ છે.

આ વીડિયોને ધ્યાનમાં લેતા નોઇડા પોલીસે આરોપી કોન્ટ્રાક્ટ પાર્કિંગ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે અને સેક્ટર 50માં પાર્કિંગનું કામ સંભાળનારી ખાનગી એજન્સી પર નોઇડા ઓથોરિટીએ 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોલીસ તરફથી પાર્કિંગનું કામ સંભાળનારી ખાનગી એજન્સીને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે કે તેને કેમ બ્લેક લિસ્ટ કરી દેવામાં નહીં આવે?

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કાર માલિક વિશ્વજીત મજૂદમદારે કહ્યું કે, 'હું પોતાની ભાભી સાથે નોઇડા સેક્ટર-50 ની એક ખાનગી હૉસ્પિટલ ગયો હતો. હૉસ્પિટલે મને કેટલાક દસ્તાવેજોની ઝેરોક્ષ સાથે રોકડ ચૂકવવા કહ્યું. થોડી ઉતાવળમાં અમે સેક્ટર-50માં નો પાર્કિંગ ઝોનમાં કાર પાર્ક કરી દીધી અને નો પાર્કિંગ સાઇનેજ ન જોઈ શક્યા કેમ કે એ ઝાડના પાંદડાઓથી ઢંકાયેલું હતું.

અમે કામ બાદ 5 મિનિટમાં પાછા આવ્યા તો પોતાની કારમાં બેસી ગયા. ત્યારે જ એક ટોઇંગ વ્હીકલ આવ્યું અને અમારી કારને ખેચીને લઈ જવા લાગ્યું. મેં પાર્કિંગ કર્મચારીઓને વિનંતી કરી કે મારી સાથે એક દર્દી છે, જેને હૉસ્પિટલ લઈ જવાનો છે. તેને હાર્ટની બીમારી છે. અમે વરિષ્ઠ નાગરિક છીએ, 70 વર્ષના છીએ. પાર્કિંગ કર્મચારીઓએ અમારી વાત ન સાંભળી. ત્યાં ભીડ ભેગી થઈ ગઈ અને તેમણે પણ પાર્કિંગ કર્મચારીઓને અમારી કાર છોડવાની અપીલ કરી, પરંતુ કોઈ ફાયદો ન થયો.

પાર્કિંગ કર્મચારીઓએ ભાર આપીને કહ્યું કે, તેઓ કારને પોલીસ સ્ટેશન લઈ જશે. આ મામલે નોઇડા ઓથોરિટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, શહેરમાં સુચારું વાહનવ્યવાહર માટે ખાનગી એજન્સીઓના માધ્યમથી વિભિન્ન સેક્ટરોમાં પાર્કિંગનું સંચાલન થાય છે. MG ઇન્ફ્રા સોલ્યૂશનને સેક્ટર-50માં કામ ફાળવવામાં આવ્યું છે. બુધવારે તેના ક્રેન ઓપરેટર અને તેના સહાયકે ગેરકાયદેસર એક કારને સેક્ટર-50 થી ખેચીને સેક્ટર 32માં લોજિક્સ મોલના પાર્કિંગમાં લાવી દીધી.

કોન્ટ્રાક્ટ પાર્કિંગ કર્મચારીઓને આ હરકતના કારણે ઓથોરિટીની છબી ખરાબ થઈ છે. આ કંપનીને પહેલા પર કોન્ટ્રાક્ટની શરતોનું ઉલ્લંઘન કરીને નાગરિકો સાથે દુર્વ્યવહાર કરવા અને તેમની પાસે પૈસા પડાવવાને લઈને ચેતવણી અપાઈ ચૂકી છે. 20 માર્ચે થયેલી ઘટના માટે ક્રેન ઓપરેટર અને તેના સહાયક વિરુદ્ધ સેક્ટર-49 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે MG ઇન્ફ્રા સોલ્યૂશન પર 50 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. MG ઇન્ફ્રા સોલ્યૂશન કંપનીએ એ બતાવવા માટે કારણ બતાવો નોટિસ પણ આપવામાં આવી છે કે તેને ઓથોરિટી દ્વારા બ્લેક લિસ્ટમાં કેમ ન નાખવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp