20 લાખ કિંમત, 26 તોલા સોનુ, કિન્નર મહંતે સાંઈ મંદિરમા હીરા જડિત મુગટ અર્પણ કર્યો

PC: hindi.news18.com

આ સાંઈ મંદિર ચંદીગઢના સેક્ટર 29માં આવેલું છે.અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. સાઈ રામ પ્રત્યે લોકોમાં એટલી બધી શ્રદ્ધા અને ભક્તિ છે કે, માત્ર ચંદીગઢ જ નહીં પરંતુ દૂર-દૂરથી લોકો ચંદીગઢના સેક્ટર 29 મંદિરમાં સવારથી સાંજ સુધી પૂજા અને સેવા કરવા આવે છે.

ચંદીગઢના પ્રખ્યાત સાંઈ રામ મંદિરમાં આ વખતે એક કિન્નરે સાંઈ રામને લગભગ સાડા 26 તોલાનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો છે. ગુરુ પૂર્ણિમાના અવસર પર કિન્નર બંટી મહંતે સેક્ટર 29માં બાબાને સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો હતો. ચંદીગઢના ધનાસના કિન્નર સમાજના મહંત બંટીએ જણાવ્યું કે, 26.4 તોલાના આ મુગટને તૈયાર કરવામાં લગભગ 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

બંટીએ કહ્યું કે, બાબાને તમામ રીતિ રિવાજો અને નિયમાનુસાર મુગટ પહેરાવવામાં આવ્યો હતો. બાબાને મુગટ અર્પણ કરતા પહેલા મંદિરમાં સૌથી પહેલા તેની પૂજા કરવામાં આવી હતી. આ મુગટને સેક્ટર 37ના ઝવેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં હીરા અને મોતી પણ લગાવવામાં આવ્યા છે. સેક્ટર 37ના માલિક અમિત કપૂરે જણાવ્યું હતું કે, સાંઈજીને અર્પણ કરાયેલા મુગટમાં પોતાનું યોગદાન આપતી વખતે તેણે તેની બનાવટના પૈસા લીધા ન હતા.

આ સમય દરમિયાન, સાંઈ ભક્તોએ સાંઈ બાબાની મૂર્તિને હરિદ્વારથી ખાસ લાવવામાં આવેલા ગંગાના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું હતું અને જલાભિષેક કર્યો હતો. આ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારના 5 વાગ્યાથી જ મંદિરની બહાર કતાર લાગી હતી.

બપોરે 201 સાધુઓ માટે વિશેષ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તે બધાને ભોજન બાદ વસ્ત્રો અને દક્ષિણા આપવામાં આવી હતી. મંદિર સમિતિના જણાવ્યા અનુસાર, આજે દિવસમાં ત્રણ વખત વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા કિન્નર બંટીએ જણાવ્યું કે, દર વર્ષે તે શિરડી સાંઈ બાબા પાસે જાય છે અને સેવા કરે છે, પરંતુ આ વખતે તેણે ચંદીગઢના સાંઈ મંદિરમાં સેવા કરી છે અને બાબાને નાનકડી ભેટ આપી છે.

તેમણે કહ્યું કે, જ્યાં પણ સાંઈ દેખાય છે, તે શિરડી છે અને લોકોમાં સાંઈ રામ પ્રત્યે એટલી બધી શ્રદ્ધા અને ભક્તિ છે કે, માત્ર ચંદીગઢ જ નહીં પરંતુ દૂર-દૂરથી લોકો આ ચંદીગઢના સેક્ટર 29ના મંદિરમાં સવારથી સાંજ સુધી ભક્તિભાવ સાથે સેવા કરવા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp