57 દિવસમાં ટ્રેનને ઉથલાવવાની 22 ઘટના, હવે રેલવે દેશદ્રોહની કલમ ઉમેરશે

PC: x.com

સુરતમાં કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવી દેવાના ગંભીર પ્રયાસની ઘટનાની હજુ શાહી સુકાઇ નથી ત્યાં રવિવારે ઉત્તર પ્રદેશના કાનપુરથી પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે, જેને કારણે રેલવેનિ ચિંતા વધી ગઇ છે.

રવિવારે સવારે ઉત્તર પ્રદેશના કાનપુરમાં પ્રેમપુર સ્ટેશન પાસે એક ગૂડઝ ટ્રેન પસાર થઇ રહી હતી ત્યારે ટ્રેક પર નાનો સિલિન્ડર જોવા મળ્યો હતો. ટ્રેન ડ્રાઇવરની સમયસૂકતાથી કોઇ મોટી ઘટનાતો ન બની.

દેશમાં 57 દિવસમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવી નાંખવાના પ્રયાસની આ 22મી ઘટના છે. સરકાર હવે રેલવે એક્ટમાં સુધારો કરવા જઇ રહી છે. અત્યારે રેલવે સાથેના ષડયંત્રીમાં 10 વર્ષની જેલની સજા છે, હવે સરકાર આમાં દેશદ્રોહની પેટા કલમ પણ ઉમરશે અને એન્જિન પર કેમરા મુકવાની પણ યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp