ઓનલાઈન શેર ટ્રેડિંગમાં 22 લાખનું નુકસાન, પોલીસકર્મી બન્યો ચોર

PC: maharashtratimes.com

પોલીસકર્મીઓ ભલે સામાન્ય માણસની સુરક્ષા માટે પ્રયત્નશીલ હોય, પરંતુ ચંદ્રપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જ્યારે ચંદ્રપુરમાં ચોરીની બે ઘટનાઓનો પર્દાફાશ કરતી વખતે પોલીસે એક આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી નરેશ દાહુલેને ઓનલાઈન શેર ટ્રેડિંગની આદત પડી ગઈ હતી. આ કારણે તેના પર 22 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આ રકમ ચૂકવવા તેણે ચોરીઓ કરવાનું શરૂ કર્યું.

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પોલીસને વારંવાર ચોરીની ફરિયાદો મળી રહી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોર વિશે ચોંકાવનારી વાત સામે આવી. હકીકતમાં, જેણે ચોરીને અંજામ આપ્યો તે અન્ય કોઈ નહીં પણ પોલીસકર્મી પોતે હતો. આરોપી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હકીકત એમ છે કે, મુસ્તફા શેખનું ઘર ચંદ્રપુર શહેરના ઉપગનલાવર લેઆઉટમાં છે. 11 થી 14 નવેમ્બરની વચ્ચે તેનો આખો પરિવાર બહાર ગયો હોવાથી ઘરને તાળું મારી દીધું હતું. નરેશે આ તકનો લાભ લીધો. જ્યારે શેખનો પરિવાર પાછો ફર્યો ત્યારે તેઓએ રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ મુજબ જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

આ બાબતે પોલીસ અધિક્ષક રવિન્દ્ર સિંહ પરદેશીએ જણાવ્યું કે આરોપી નરેશ દાહુલેને ઓનલાઈન શેર ટ્રેડિંગની આદત પડી ગઈ હતી. આ કારણે તેના પર 22 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. આ રકમ ચૂકવવા તેણે ચોરીઓ કરવાનું શરૂ કર્યું. CCTV ફૂટેજના આધારે મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે.

તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ (LCB)માં કામ કરતા પોલીસકર્મી પર ચોરીનો આરોપ લાગ્યો હતો. થોડા દિવસો પહેલા ચંદ્રપુર શહેરના સહકાર નગર વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી અને સપ્ટેમ્બર મહિનામાં શહેરના ઉપગનલાવર લેઆઉટમાં બનેલા મકાનમાં 80 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. આ ચોરીના બનાવોની તપાસ દરમિયાન CCTV ફૂટેજ પરથી જાણવા મળ્યું હતું કે બંને ચોરી પોલીસકર્મી નરેશ દાહુલેએ કરી હતી.

રામનગર પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક રવિન્દ્ર સિંહ પરદેશીનું કહેવું છે કે, 14 નવેમ્બરે ઉપગનલાવર લેઆઉટમાં મુસ્તફા શેખના ઘરમાં ચોરી થઈ હતી. પીડિતની ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજના આધારે આ ચોરીઓમાં નિલેશ ડાહુલે સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ જેવા મહત્વના વિભાગમાં ફરજ બજાવતા એક જવાબદાર પોલીસકર્મી આ કૃત્યમાં ઝડપાઈ જતાં વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આથી આ બાબતની ગંભીરતાથી તપાસ કરવામાં આવી ત્યારે ઘણી બાબતો સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp