આજથી 22 વર્ષ પહેલા PM મોદી પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા, વીડિયો શેર કર્યો

PC: twitter.com

આજથી 22 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં પહેલીવાર જીત મેળવી હતી, એ દિવસને યાદ કરીને તેમણે એક વીડિયો x પ્લેટફોર્મ પર શેર કર્યો છે.22 વર્ષમાં ધારાસભ્યથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના બીજી વખતના પ્રધાનમંત્રી સુધી નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મ માટે દિવસ-રાત મહેનત કરવા મેદાનમાં ઉતરી ગયા છે. તેઓ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે અને અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી રહ્યા છે.આ દરમિયાન તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ચૂંટણી જીત્યા બાદ રોડ શો કરતા જોવા મળે છે. વાસ્તવમાં, આ વીડિયો આજથી 22 વર્ષ પહેલા આજ ના દિવસનો છે, જ્યારે તેમણે પોતાના ગૃહ રાજ્યમાં પહેલી વખત ચૂંટણી જીતી હતી.

PM મોદીએ તેમના એક્સ પર જે વીડિયો શેર કર્યો છે તે મોદી આર્કાઇવ નામના એક્સ એકાઉન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યો છે. બરાબર 22 વર્ષ પહેલા 24 ફેબ્રુઆરી 2002ના રોજ નરેન્દ્ર મોદી પહેલીવાર ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં પ્રવેશ્યા હતા. આ વિજય માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ ભારત અને વિશ્વ માટે આશાસ્પદ નવા યુગની શરૂઆત થઇ હતી.

વીડિયો શેર કરીને PM મોદીએ લખ્યું કે, રાજકોટનું મારા દિલમાં હમેંશા એક વિશેષ સ્થાન રહેશે. આ શહેરના લોકોજ હતા જેમણે મારી પર વિશ્વાસ કર્યો અને મને પહેલીવાર ચૂંટણીમાં જીત અપાવી હતી. ત્યારથી મેં હમેંશા જનતા જનાદર્નની આકાંક્ષાઓ સાથે ન્યાય કરવાનું કામ કર્યું છે. આ પણ એક સુખદ સંજોગ છે કે આજે અને કાલે હું ગુજરાતમાં રહેવાનો છુ અને એક કાર્યક્રમ રાજકોટમાં થવા જઇ રહ્યો છે, જ્યાંથી 5 All India Institute of Medical Sciences( AlIMS) દેશને સમર્પિત કરવામાં આવશે.

2 મિનિટ 57 સેકન્ડના વીડિયોમાં PM મોદીની પહેલી ચૂંટણી જીતની વાત કહેવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી પહેલીવાર રાજકોટથી ધારાસભ્ય બન્યા છે. ધારાસભ્ય બન્યાના ચાર મહિના બાદ તેમણે મુખ્યપ્રધાન પદ સંભાળ્યું. તેઓ એવા સમયે CM બન્યા હતા જ્યારે ગુજરાતમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો.

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે તેમની રાજકીય વ્યવસ્થાપન કુશળતાએ 1990ના દાયકામાં ભાજપને રાષ્ટ્રીય રાજનીતિનું પરિદ્ધશ્ય બદલવામાં મદદ કરી હતી. વીડિયોના અંતમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદીએ તે ચૂંટણી 14724 મતોના માર્જિનથી જીતી હતી.

નરેન્દ્ર મોદી જ્યારે પહેલી વાર ધારાસભ્ય બન્યા તો એમણે પોતાના વિજયી ભાષણમાં કહ્યું હતું કે, રાજકોટના લોકોએ મને સારા માર્કસથી પાસ કરી દીધો. આખરે રાજકોટે મને ધારાસભ્ય તરીકે પસંદ કર્યો છે. નરેન્દ્ર મોદી 12 વર્ષ 227 દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp