23 વર્ષની શિવાની લડ્ડુ ગોપાલ સાથે કરશે લગ્ન, સંબંધીઓ નારાજ

PC: mptak.in

ભગવાન કૃષ્ણના ભક્તોમાં મીરાબાઈનું નામ પ્રથમ આવે છે. મીરાની ભક્તિ મધુર હતી અને તે ભગવાન કૃષ્ણને પાગલપણે પ્રેમ કરતી હતી. કૃષ્ણ દીવાની મીરાની જેમ ગ્વાલિયરની શિવાનીની વાર્તા પણ એવી જ છે. 23 વર્ષની શિવાની પરિહારે ભગવાન લડ્ડુ ગોપાલ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. ભગવાન લડ્ડુ ગોપાલ લગ્નની જાન લઈને વૃંદાવનથી શિવાનીના ઘરે પહોંચશે, ત્યારપછી બંનેના લગ્ન ધામધૂમથી કરાવવામાં આવશે.

નાનપણથી જ ભગવાન લડ્ડુ ગોપાલની ભક્તિ કરતી શિવાની ભક્તિમાં એટલી હદે મગ્ન થઈ ગઈ છે કે, હવે તે તેની સાથે સાત ફેરા લેવા માંગે છે. શિવાનીએ તેના માતા-પિતાને પણ આ માટે રાજી કરી લીધા છે. હોળી પછી ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ જશે.

15મી એપ્રિલથી લગ્નના કાર્યક્રમો શરૂ થશે. 15મીએ હળદર અને તેલ, 16મીએ મંડપ, 17મીએ લગ્નની જાનનું આગમન અને 18મીએ વિદાય સમારંભ યોજાશે. 17 એપ્રિલના રોજ ભગવાન લડ્ડુ ગોપાલ વૃંદાવનથી શિવાનીના ઘરે લગ્નની જાન લઈને ધામધૂમથી પહોંચશે. જ્યાં શિવાની પરિહારના લગ્ન લડ્ડુ ગોપાલ સાથે થશે.

શિવાનીના લગ્ન ગ્વાલિયરના કેન્સર હિલ સ્થિત શિવ મંદિરમાં ખૂબ જ સાદગી પૂર્વક કરવામાં આવશે. આ લગ્નમાં 250થી વધુ લોકોને ઘરે ભોજન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્વાલિયરની બ્રિજ વિહાર કોલોનીમાં રહેતી 23 વર્ષની શિવાની પરિહાર બાળપણથી જ ભગવાન કૃષ્ણની ભક્ત છે. હવે તેણે લડ્ડુ ગોપાલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. શિવાનીના માતા-પિતા પણ ભગવાન લડ્ડુ ગોપાલ સાથે લગ્ન કરાવવા સંમત થયા છે. તે 17 એપ્રિલે ભગવાન લડ્ડુ ગોપાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

માતા-પિતા પણ દીકરીની ખુશી માટે તૈયાર છે અને લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કૃષ્ણ ભક્તિમાં લીન શિવાની, કૃષ્ણ ગોપાલની એક પિત્તળની પ્રતિમા દરેક ક્ષણે પોતાની સાથે રાખે છે.

શિવાની કહે છે, તેના સગા સંબંધીઓ આ લગ્નથી ખુશ નથી, પરંતુ મને કોઈની પરવા નથી. મીરાએ પણ ઘણું બધું છોડી દીધું, તો શું હું લડ્ડુ ગોપાલ માટે આવા બનાવટી સંબંધો ન છોડી શકું? જેણે મને આ જીવન આપ્યું છે, તેને જ મારે આ જીવન પણ અર્પણ કરવું છે.

શિવાનીના પિતા સિક્યુરિટી ગાર્ડ છે અને માતા ગર્લ્સ હોસ્ટેલમાં કર્મચારી છે. શિવાનીને બે મોટી બહેનો પણ છે અને શિવાની ઘરની ત્રીજી સૌથી નાની દીકરી છે. ત્રણ દીકરીઓમાં સૌથી નાની શિવાની પરિહારે લડ્ડુ ગોપાલ સાથે લગ્ન કરવાનો સંકલ્પ કર્યો છે. માતા-પિતા પણ તેમની પુત્રીના નિર્ણય સામે ઝૂકી ગયા અને હવે શિવાનીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp