24નો છોકરો 67 વર્ષનો દેખાવા લાગ્યો...વાળ-દાઢી પણ સફેદ, પરંતુ ચહેરાએ ખેલ બગાડ્યો!

PC: indiatvnews.com

CISFની બાતમીથી એક વ્યક્તિ ઝડપાયો છે જે 67 વર્ષીય વ્યક્તિનો વેશ ધારણ કરીને કેનેડા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયેલા આ 24 વર્ષીય યુવકને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે. શું છે આખો મામલો, ચાલો અમે તમને જણાવી દઈએ...

પ્રોફાઇલિંગના આધારે CISFએ એક વ્યક્તિને પકડી લીધો છે, જે વેશ બદલીને વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ મામલો દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનો છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ 24 વર્ષીય ગુરુ સેવક સિંહ તરીકે થઈ છે. CISFએ તેને કાર્યવાહી માટે IGI એરપોર્ટ પોલીસને સોંપી દીધો છે.

CISF અનુસાર, આ ઘટના 18 જૂને સાંજે 5:20 વાગ્યે બની હતી. ટર્મિનલ 3માં તૈનાત CISF પ્રોફાઇલિંગ અને બિહેવિયર ડિટેક્શન ટીમે શંકાના આધારે એક વ્યક્તિને પૂછપરછ માટે અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન, વ્યક્તિએ તેનું નામ રશવિંદર સિંહ સહોતા હોવાનું જણાવ્યું હતું અને તે રાત્રે 10:50 વાગ્યે એર કેનેડાની ફ્લાઇટમાં કેનેડા જવાનો હતો.

પુરાવા તરીકે આ વ્યક્તિએ CISFને પોતાનો પાસપોર્ટ અને કેનેડિયન ટિકિટ પણ બતાવી હતી. જ્યારે, પાસપોર્ટની ચકાસણી દરમિયાન, જાણવા મળ્યું કે, આ વ્યક્તિના પાસપોર્ટમાં નોંધાયેલી જન્મ તારીખ અનુસાર, તેની ઉંમર 67 વર્ષ છે. પરંતુ, તેના ચહેરા પરથી તેની ઉંમર ઘણી નાની લાગે છે. વાતચીત દરમિયાન CISFને તે વ્યક્તિનો અવાજ પણ યુવાન છોકરા જેવો હોવાનું જણાયું હતું.

ત્વચાને ખૂબ નજીકથી જોયા પછી, CISFને ખાતરી થઈ ગઈ કે, કંઈક ખોટું છે. ત્યાર પછી CISFએ આ વ્યક્તિની ઉંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન, CISFને જાણવા મળ્યું કે આ વ્યક્તિએ તેના વાળ અને દાઢી સફેદ કરી નાખ્યા હતા અને વૃદ્ધ દેખાવા માટે ચશ્મા પણ પહેર્યા હતા. જ્યારે, તેના મોબાઇલની તપાસ દરમિયાન, સમગ્ર ગરબડ બહાર આવવા લાગી હતી.

હકીકતમાં તપાસ દરમિયાન તેના મોબાઈલમાંથી પાસપોર્ટની સોફ્ટ કોપી મળી હતી, જેમાં તેનું નામ ગુરુસેવક સિંહ અને તેની ઉંમર 24 વર્ષની હતી. ત્યાર પછી આ વ્યક્તિએ જણાવ્યું કે, તેનું અસલી નામ ગુરુસેવક સિંહ છે. કેનેડા જવા માટે તેણે વૃદ્ધનો વેશ ધારણ કર્યો હતો. આ પછી CISFએ તેના કબજામાંથી મળી આવેલા બંને પાસપોર્ટ સાથે તેને દિલ્હી પોલીસને સોંપી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp