PM મોદીના કાળમાં 25 કરોડ લોકોની ગરીબી દૂર થઇ, સૌથી વધુ આ 3 રાજ્યોમાં

PC: downtoearth.org.in

દેશમાં છેલ્લા 9 વર્ષમાં 24.82 કરોડ લોકો બહુઆયામી એટલે કે સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવનસ્તરના મામલે ગરીબીથી બહાર આવ્યા છે. નીતિ આયોગે સોમવારે એક રિપોર્ટમાં કહ્યું કે, ગરીબીમાં સૌથી વધુ કમી, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં આવી છે. બહુઆયામી ગરીબીને સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવનસ્તરમાં સુધારના માધ્યમથી માપવામાં આવે છે. નીતિ આયોગ મુજબ, દેશમાં મલ્ટી ડાયમેન્શનલ ગરીબી 2013-14માં 29.17 ટકા હતી, જે વર્ષ 2022-23માં ઘટીને 11.28 ટકા રહી. તેની સાથે આ સમય દરમિયાન 24.82 કરોડ લોકો આ શ્રેણીમાંથી બહાર આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'ખૂબ જ ઉત્સાહજનક. આ સમાવેશી વિકાસને આગળ વધારવા અને આપણી અર્થવ્યવસ્થામાં પરિવર્તનકારી બદલાવો પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમે ચારેય તરફી વિકાસ અને પ્રત્યેક ભારતીય માટે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખીશું.'

આયોગે કહ્યું કે, રાષ્ટ્રીય બહુઆયામી ગરીબી, સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવનસ્તરના મોરચા પર સ્થિતિને માપે છે. આ 12 સતત વિકાસ લક્ષ્યોથી સંબંધ સંકેતકોના માધ્યમથી દર્શાવવામાં આવે છે. તેમાં પોષણ, બાળ અને કિશોર મૃત્યુ દર, માતૃત્વ સ્વાસ્થ્ય, શાળાનું શૈક્ષણિક વર્ષ, શાળામાં હાજરી, ભોજન બનાવવાનું ઈંધણ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ, સંપત્તિ અને બેંક ખાતા સામેલ છે. નીતિ આયોગ રાષ્ટ્રીય બહુઆયામી ગરીબી સૂચકાંક (MPI) ગરીબી દરમાં ઘટાડાનું આકલન કરવા માટે અલકાયર ફોસ્ટર પદ્ધતિનો ઉપયોગ કરે છે. જો કે, રાષ્ટ્રીય MPIમાં 12 સંકેતક સામેલ છે, જ્યારે વૈશ્વિક MPIમાં 10 સંકેતક છે.

રાજ્ય સ્તર પર ઉત્તર પ્રદેશમાં 5.94 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યા અને આ બાબતે તે લિસ્ટમાં ટોપ પર છે. ત્યારબાદ બિહારમાં 3.77 કરોડ અને મધ્ય પ્રદેશમાં 2.30 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યા. આ અવધિ દરમિયાન MPIના બધા 12 સંકેતકોમાં ઉલ્લેખનીય સુધાર થયો છે. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, 9 વર્ષમાં 24.82 લોકો બહુઆયામી ગરીબીથી બહાર આવ્યા. એટલે કે દર વર્ષે 2.75 કરોડ લોકો બહુઆયામી ગરીબીથી બહાર નીકળ્યા. નીતિ આયોગના CEO બી.વી. સુબ્રમણ્યમે કહ્યું કે, 'સરકારનું લક્ષ્ય બહુઆયામી ગરીબીને 1 ટકાથી નીચે લાવવાનું છે અને આ દિશામાં બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp