છેલ્લા 24 કલાકમાં 2,68,833 નવા કેસ, જાણો દેશમાં ઓમીક્રોનના કેટલા કેસ

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 58 લાખ ( 58,02,976) વેક્સીન ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 વેક્સીનેશન કવરેજ 156.02 કરોડ (1,56,02,51,117)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. જે 1,67,37,458 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ થયેલા કેસમાંથી 3,49,47,390 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,22,684 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 94.83% થયો છે. અત્યાર સુધીમાં ઓમીક્રોનના કુલ 6,041 કેસ સામે આવ્યા, ગઈકાલથી તેમાં 5.01 ટકાનો વધારો થયો છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 2,68,833 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસનું ભારણ હાલમાં 14,17,820.હાલમાં એક્ટિવ કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 3.85% છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,13,740 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 70.07 કરોડથી વધારે (70,07,12,824) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 12.84% છે, જ્યારે દૈનિક પોઝિટિવિટી દર આજે 16.66% નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp