અમેરિકામાં સવા કરોડ પગારની નોકરી છોડી, 28 વર્ષનો યુવક સંયમના માર્ગે, દીક્ષા લીધી

PC: twitter.com

અમેરિકાની કંપનીમાં સવા કરોડના પેકેજ પર 28 વર્ષનો પ્રાંશુક કાંઠેડ ડેટા સાયન્ટિસ્ટ હતો, જે હાલ સવા કરોડનું પેકેજ છોડીને જૈન સંત બની ગયો છે. જીવનમાંથી અચાનક તેને સંસારિક મોહભંગ થઈ જતાં, સંયમના માર્ગે તેણે સંસારની મોહમાયા છોડીને પ્રયાણ કર્યું છે. અમેરિકાથી નોકરી છોડીને દોઢ વર્ષ પહેલાં તે દેવાસ આવી ગયો હતો. તે સોમવારના રોજ જૈન સંત બની ગયો. પ્રવર્તક જિનેન્દ્ર મુનિજીએ તેને દીક્ષા આપી હતી. આજના અત્યાધુનિક યુગમાં પણ યુવાનોમાં ધર્મ પ્રત્યેની આસ્થા અને દૃઢતા દેખાઈ રહી છે.

દીક્ષા સમારોહમાં હાટપિપલ્યા ખાતે આયોજિત પ્રાંશુક સાથે તેના મામાનો પુત્ર થાંદલાનો રહેવાસી MBA પાસ મુમુક્ષુ પ્રિયાંશ લોઢા અને રતલામનો મુમુક્ષુ પવન કાસવાન દીક્ષિત પણ સંયમનો માર્ગ અપનાવ્યો.

પ્રાંશુકના પિતા રાકેશ કાંઠેડ કે જેઓ મધ્યપ્રદેશના દેવાસના હાટપિપલ્યાના રહેવાસી છે, જેઓ એક બિઝનેસમેન છે. આખો પરિવાર હવે તેમનો ઈન્દોરમાં રહે છે. પ્રાંશુકે ઈન્દોરમાંથી GSITS કોલેજથી BE કર્યું છે તેવું પ્રાંશુકના પિતા રાકેશે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, તે અમેરિકા ખાતે વધુ અભ્યાસ માટે ગયો હતો. પ્રાંશક અમેરિકામાં જ MS કર્યા પછી 2017મા ડેટા સાયન્ટિસ્ટની નોકરીમાં જોડાયો હતો. 1.25 કરોડ રૂપિયા તેનું વાર્ષિક પેકેજ હતું. ગુરુ ભગવંતોના પુસ્તકો તે વિદેશમાં રહીને પણ વાંચતો હતો. તેમના પ્રવચન તે ઈન્ટરનેટ દ્વારા સાંભળતો હતો. જાન્યુઆરી 2021મા નોકરીથી નારાજ થઈને તે ઘરે પરત ફર્યો હતો. ઘરમાં પ્રાંશુકનાં માતા અને એક નાનો ભાઈ છે.

આ સાથે જ પ્રાંશુકના પિતાએ વધુમાં જણાવ્યું કે, બાળપણથી જ પ્રાંશુકને ધાર્મિક કાર્યો તરફ લગાવ હતો. તે ઉમેશ મુનિજીના સંપર્કમાં વર્ષ 2007મા આવ્યો. તેને તેમના વિચારોમાંથી પ્રભાવિત થઈને પ્રેરણા મળી, વૈરાગ્યની તરફ આગળ વધવાની. ત્યારે તેમને સંયમ માર્ગ માટે ગુરુ ભગવંતે સંપૂર્ણ લાયક નહીં ગણ્યા હતા. એ પછી તેણે ધાર્મિક કાર્યો સાથે અભ્યાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે અભ્યાસ દરમિયાન વૈરાગ્ય ધારણ કરવાનો વર્ષ 2016મા ફરી એકવાર પ્રયાસ કર્યો, પરંતુ વધુ લાયક થવાની ગુરુદેવે વાત કરી હતી. એ બાદ તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો.

વૈરાગ્ય અપનાવવાના સંકલ્પ સાથે તે ફરી એકવાર 2021મા અમેરિકાથી નોકરી છોડીને ભારત આવ્યો. આ પછી તે ગુરુ ભગવંતોના સાંનિધ્યમાં રહેવા લાગ્યો હતો, અંતે તેને આ માર્ગ માટે  ગુરુદેવ દ્વારા યોગ્ય માનવામાં આવતાં પ્રાંશુકે વૈરાગ્ય ધારણ કરવાની તેનાં માતા પિતાને વાત કરી હતી. માતા પિતાએ ગુરુદેવ જિનેન્દ્ર મુનિજીને લેખિતમાં મંજૂરી આપી. આ દીક્ષા સમારોહમાં જૈન મુનિઓ હાથપિપળિયામાં દેશના ખૂણે-ખૂણેથી પધાર્યા હતા. પુત્રએ એમની હાજરીમાં દીક્ષા ગ્રહણ કરી હતી. સોશિયલ મીડિયાની સાથે સાથે-તેના ઘરથી પણ દીક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રાંશુક દૂર થઈ ગયો હતો. તેના જીવનમાં સંપૂર્ણપણે પરિવર્તન આવી ગયું છે.

દીક્ષા લીધા પહેલા પ્રાંશુકે કહ્યું હતું કે, હું અમેરિકામાં ડેટા સાયન્ટિસ્ટ હતો. જ્યાંથી મેં રાજીનામું આપી દીધું છે. હવે હું જૈન મુનિ બનવાના માર્ગ પર છું. મેં સંસારની વાસ્તવિકતા મારા ગુરુ ભાગવંતના પ્રવચન વગેરે સાંભળ્યા પછી જાણી છે. સંસારનું જે સુખ છે એ ખરેખર પળભરનું છે. આપણને એ ક્યારેય સંતોષ આપી શકતું નથી, પરંતુ તૃષ્ણા વધારે છે. ખરેખર, જે શાશ્વત સુખ છે એ મેળવવાનો પ્રયાસ કરવો જ જીવનની સાર્થકતા છે, આથી જ હું જૈન મુનિ બનવાના માર્ગ તરફ પ્રયાણ કરી રહ્યો છું.

મુખ્ય દીક્ષા સમારોહમાં ત્રણેય મુમુક્ષુ ભાઈઓની મહાભિનિષ્ક્રમણ યાત્રા કાઢવામાં આવી હતી, આ યાત્રા કૃષિપેદાશ બજાર પરિસરમાં સ્થિત દીક્ષા ઉત્સવ પંડાલમાં પહોંચી હતી, જ્યાં હજારો લોકોની હાજરીમાં પ્રવર્તક જિનેન્દ્ર મુનિજીએ ત્રણ મુમુક્ષુ આત્માઓને દીક્ષા ગ્રહણ કરાવી હતી. આ દરમિયાન 53 સંયમી આત્માઓનું પવિત્ર સાંનિધ્ય રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp