લાંચખોરો સામે CBIની કાર્યવાહી, આ જગ્યાએથી મળ્યો નોટોનો ઢગ

PC: ndtv.com

CBIએ નોર્ધન ફિલફીલ્ડ્સ લિમિટેડના અધિકારીઓની ધરપકડ કરી છે, જેમની પાસેથી લગભગ 4 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સુનિશ્ચત કરતા CBIએ 17 ઑગસ્ટની તપાસ દરમિયાન તેમના આવાસ પરથી 3.86 કરોડ રૂપિયા રોકડ જપ્ત થયા બાદ નોર્ધન કોલફીલ્ડ્સ લિમિટેડ (NCL)ના સંચાલક (સચિવાલય) અને CMDના અંગત સચિવ સૂબેદાર ઓઝાની ધરપકડ કરી. આ રકમ કથિત રૂપે સિંગરોલી સ્થિત NCLમાં તેમના સંચાલન માટે ઘણા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પાસેથી એકત્ર કરવામાં આવી હતી.

CBIએ મધ્ય પ્રદેશના સિંગરોલી સ્થિત મેસર્સ સંગમ એન્જિનિયરિંગના વચેટિયા અને માલિક રવિશંકર સિંહની પણ ધરપકડ કરી છે. જે કથિત રૂપે વિભિન્ન કોન્ટ્રાક્ટરો/વેપારીઓ અને NCLના ઘણા અધિકારીઓ વચ્ચે મધ્યસ્થ રૂપે કામ કરી રહ્યા હતા. આરોપ છે કે તે NCLના આ અધિકારીઓને લાંચ પહોંચાડવા અને તેમને સુવિધા પ્રદાન કરી રહ્યા હતા. મધ્ય પ્રદેશના સિંગરોલી સ્થિત મેસર્સ સંગમ એન્જિનિયરિંગના રવિશંકર સિંહના સહયોગી દિવેશ સિંહ પણ CBIમાં તેમની વિરુદ્ધ પેન્ડિંગ ફરિયાદોના કેસમાં અનુકૂળ રિપોર્ટ પ્રાપ્ત કરવાના ચક્કરમાં CBIમાં ACB, પોલીસ અધિક્ષક જોય જોસેફ દામલેને 5 લાખ રૂપિયાની લાંચ આપતા રંગે હાથ ઝડપાયા.

રવિશંકર સિંહ અને તેમના સહયોગી, NCLના અધિકારીઓ અને જે.જે. દામલે વચ્ચે વેચેટિયાના રૂપમાં કામ કરી રહ્યા હતા અને તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપ છે કે 16 ઑગસ્ટે રવિશંકર સિંહના નિર્દેશ પર કર્મચારી અજય વર્માએ સિંગરોલીના મુખ્ય સંચાલક (પ્રશાસન) NCL, લેફ્ટિનેન્ટ કર્નલ વસંત કુમાર સિંહ (સેવાનિવૃત) પાસેથી 5 લાખ રૂપિયાનો ઉપરોક્ત ઉચિત લાભ પ્રાપ્ત કર્યો. લાંચની રકમ કથિત રૂપે સૂબેદાર ઓઝા દ્વારા મોકલવામાં આવી હતી અને 17 ઑગસ્ટે રવિશંકર સિંહે દિવેશ સિંહને આ રકમ ACB જબલપુર, CBIના ડેપ્યુટી SP જે.જે. દામલે સુધી પહોંચાડવાનો નિર્દેશ આપ્યો હતો.

આ અગાઉ PC એક્ટ (જેમ કે 2018માં સંશોધિત)ની કલમ 7, 7(A), 8 સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 61(2) હેઠળ એક નિયમિત કેસ, રવિશંકર સિંહ વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. લેફ્ટિનેન્ટ કર્નલ વસંત કુમાર સિંહ, સૂબેદાર ઓઝા, દિવેશ સિંહ અને જોય જોસેફ દમલે, અન્ય અધિકારી અને અન્ય અજાણ્યા ઇસમો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp