નીતિશ કુમારના બિહારમાં એક જ અઠવાડિયામાં 3 પુલ તુટી પડ્યા
નીતિશ કુમારના બિહારમાં એક જ સપ્તાહમાં3 પુલ તુટી પડવાની ઘટના બની છે, જે બતાવે છે કે નીતિશના રાજ્યમાં ભ્રષ્ટાચાર કેટલો ફુલેફાલેલો છે. બે પુલ તો એવા હતા કે જેના હજુ તો ઉદઘાટન પણ થવાના બાકી હતી. જો કે, સારી વાત એ છે કે 3 પુલની ઘટનામાં કોઇ જાનહાનિ સામે આવી નથી.
બિહારમાં એક સપ્તાહમાં ત્રીજી વખત પુલ તૂટી પડવાની ઘટના સામે આવી છે. પહેલા અરરિયા, પછી સિવાન અને હવે મોતિહારીથી નિર્માણાધીન પુલ તૂટી પડવાના સમાચાર આવ્યા છે. 23 જૂનના દિવસે, મોતિહારી જિલ્લાના ઘોરસાહન બ્લોકમાં અમવાથી ચૈનપુર સ્ટેશન તરફ જતા રસ્તા પર બનેલો પુલ તૂટી પડ્યો હતો.
મોતિહારીના ઘોડાસાહન બ્લોકમાં એક પુલ બનાવવામાં આવી રહ્યો હતો. જેની અંદાજીત કિંમત બે કરોડ જેટલી હતી. આ પુલ ઉદઘાટન માટે લગભગ તૈયાર હતો. પરંતુ તે પહેલા જ તુટી પડ્યો. આ પુલની લંબાઈ અંદાજે 50 ફૂટ હતી.
એક દિવસ પહેલા એટલે કે 22 જૂનના દિવસે સીવાન પણ પુલ તુટી પડવાની ઘટના બની હતી. અહીં મહારાજગંજ અને દરોંદા વિધાનસભાની બોર્ડરને જોડતો પુલ પત્તાની જેમ તુટી પડ્યો હતો. આ ઘટના વિશે સીવાન જિલ્લાન કલેક્ટર મુકુલ ગુપ્તાએ કહ્યું હતું કે, આ પુલ દરોંદા અને મહારાજગંજ બ્લોકના ગામોને જોડતી નહેર પર બનાવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘણો જૂનો પુલ હતો. કેનાલમાંથી પાણી છોડવામાં આવતાં થાંભલો ધરાશાયી થયો હતો. અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીએ છીએ કે લોકોને શક્ય તેટલી ઓછી અસુવિધાનો સામનો કરવો પડે.
દરોંદા બ્લોકના BDO સૂર્ય પ્રતાપ સિંહે સ્થાનિક લોકોને ટાંકીને કહ્યું કે આ પુલ 1991માં તત્કાલિન ધારાસભ્ય ઉમાશંકર સિંહના યોગદાનથી બનાવવામાં આવ્યો હતો. મહારાજગંજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અનિલ કુમારે કહ્યું કે આ પુલ ધારાસભ્યના ભંડોળથી બનાવવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે. અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
बिहार के मोतिहारी ज़िले में आज एक और पूल गिरा,इस सप्ताह ये तीसरा पूल है जो गिरा है …!#Bihar #Pool pic.twitter.com/hLGCK1gKWL
— Mukesh singh (@Mukesh_Journo) June 23, 2024
આ પહેલાં 18 જૂનના દિવસે અરરિયામાં લગભગ 180 મીટર લાંબો પુલ તુટી પડ્યો હતો. આ પુલ અકરિયાના સિક્ટીમાં બકરા નદી પર બનાવામાં આવ્યો હતો. આ પુલનું હજુ ઉદઘાટન થવાનું હતું, પરંતુ એ પહેલાં જ ધરાશાયી થઇ ગયો. સિક્ટાના ધારાસભ્ય વિજય મંડળે પુલના તુટી પડવા પર સવાલ ઉઠાવતા કહ્યુ હતું કે, આ પુલ જમીન પર થાંભલા મૂકીને બનાવવામાં આવ્યો હતો. અને અહીં એપ્રોચ રોડ પણ બનાવવામાં આવ્યો નથી.
સિક્ટી બ્લોકમાં બકરા નદી પર આ પુલ બનાવવાનો ખર્ચ 12 કરોડ રૂપિયા હતો. આ પુલ ગ્રામીણ બાંધકામ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp