જરાંગેએ કહી દીધું- મુંબઈમાં 3 કરોડ મરાઠાનું આંદોલન, રોક્યા તો ફડણવીસના ઘરે...

PC: aajkikhabar.com

મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે મહારાષ્ટ્ર સરકારને લગભગ બે મહિનાનો સમયગાળો આપ્યો હતો. પરંતુ હવે આ સમયગાળો નવા વર્ષે સમાપ્ત થવા જઈ રહ્યો છે. તેમનું કહેવું છે કે, અત્યાર સુધી સરકારે મરાઠા આરક્ષણને લઈને કોઈ નક્કર નિર્ણય લીધો નથી. આવી સ્થિતિમાં વધુ એક આંદોલન થશે અને આંદોલનકારીઓ મુંબઈના રસ્તાઓ પર ઉતરશે. મનોજ જરાંગે પાટીલના પ્રતિનિધિઓએ શુક્રવારે આઝાદ મેદાનની મુલાકાત લીધી હતી. આ મેદાન પર જ આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન મનોજ પાટીલે સરકારને ચેતવણી આપી છે કે, જો વિરોધ કરવાની મંજૂરી નહિ અપાય તો તેઓ મુંબઈમાં આમરણાંત ઉપવાસ કરશે.

તેમણે મરાઠા સમુદાયના લોકોને મુંબઈ આવવાની પણ અપીલ કરી છે. પાટીલે 3 કરોડ મરાઠાઓને એકત્ર કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે મરાઠા સમુદાયે વિભાજિત ન રહેવું જોઈએ. ગરીબ મરાઠા બાળકોના ભવિષ્ય માટે આપણે બધાએ સાથે આવવું જોઈએ. મનોજ જરાંગે પાટીલે કહ્યું કે, અમે તૈયારી કરી રહ્યા છીએ અને અમને મુંબઈમાં જગ્યા જોઈએ છે. આટલું જ નહીં, તેમણે સ્પષ્ટ કર્યું કે અમે મુંબઈમાં વાહનવ્યવહાર બંધ કરીશું નહીં અને આંદોલનને સ્થગિત કરવું પણ શક્ય બનશે નહીં. પાટીલે કહ્યું કે, અમે કોઈ પણ સંજોગોમાં પાછળ હટવાના નથી.

આ દરમિયાન મરાઠા નેતાએ DyCM અને રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, જો અમને રોકવામાં આવશે તો અમે DyCM ફડણવીસના દરવાજા પર જ ધરણા કરીશું. પાટીલે કહ્યું કે મને આશા છે કે, ત્રણ કરોડ મરાઠા મુંબઈ પહોંચશે. અમારો મુંબઈ પ્રવાસ રદ કરવામાં આવશે નહીં. અમે 20મી જાન્યુઆરી સુધીમાં મુંબઈની અમારી યાત્રા શરૂ કરીશું. તેમણે કહ્યું કે, મરાઠા સમુદાયના કરોડો લોકો આવી રહ્યા છે. એટલા માટે અમને મુંબઈમાં તમામ મેદાનની જરૂર છે. તેથી અમને જગ્યા આપવાની જવાબદારી સરકારની છે.

પાટીલે કહ્યું કે, અમારા લોકો 20 જાન્યુઆરી સુધીમાં મુંબઈ આવી જશે. આ દરમિયાન જો મરાઠા આંદોલનકારીઓના વાહનોને રોકવામાં આવશે અથવા આંદોલનમાંથી હટાવવામાં આવશે તો અમે DyCM દેવેન્દ્ર ફડણવીસના દરવાજે જ બેસી જઈશું. તેમણે કહ્યું કે, જો અમારા વાહનો રોકવામાં આવશે તો અમે અમારો સામાન કેવી રીતે લઈ જઈશું? અમે ટ્રેક્ટરો દ્વારા મુંબઈ આવીશું, કારણ કે લાંબા સમય સુધી રોકાવા માટે અમારી સાથે સામાન પણ હશે અને અમે તેને ટ્રેક્ટર પર જ લાવીશું. સરકારની ચિંતા અંગે પાટીલે કહ્યું કે, અમે આ ટ્રેક્ટરોમાં પથ્થરો ભરીશું નહીં. જો આવું થાય તો સરકાર અમારી સામે કાર્યવાહી કરી શકે છે. પાટીલે કહ્યું કે મરાઠાઓએ ડરવાની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp