DMની કારે 4 લોકોને ઉડાવી દીધા, ત્રણ નિર્દોષનું નિધન

PC: aajtak.in

બિહારના મધેપુરામાં DMની કારથી કચડીને 3 લોકોનું દર્દનાક મોત થઈ ગયું. અકસ્માત બાદ ઘટનાસ્થળ પર બુમરાણ મચી ગઈ. અકસ્માત બાદનો નજારો ખૂબ જ ડરામણો હતો. રોડ પર શબો વિખેરાયેલા પડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે ઘટના થઈ DM ગાડીમાં ઉપસ્થિત હતા. હાલમાં ઘટનાસ્થળ પર પોલીસબળની તૈનાતી કરી દેવામાં આવી છે. ગ્રામજનોમાં ખૂબ રોષ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, DM વિજય પ્રકાશ મીણાની કાર પટનાથી મધેપુરા જઈ રહી હતી.

ત્યારે મધુબનીના ફૂલપરાસ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં નેશનલ હાઇવે નંબર-57 પર લોકોને તેણે કચડી દીધા. જેના કારણે 3 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા, જ્યારે એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. કારની અંડર DM ઉપસ્થિત  હતા. પોતે DPROએ આ વાતની પુષ્ટિ કરી છે. તો ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ કારમાં ખૂબ તોડફોડ કરી. ત્યારબાદ જાણકારી મળતા જ પોલીસબળ ઘટનાસ્થળ પર પહોંચી ગયું.

અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે. ઘટનાને લઈને DPRO કુંદન કુમાર સિંહનું કહેવું છે કે કેટલીક ટેક્નિકલી ખરાબી આવી ગઈ હતી. અકસ્માત કેવી રીતે થયો તે તપાસનો વિષય છે. જે સમયે અકસ્માત થયો, એ સમયે ગાડીમાં જિલ્લાધિકારી નહોતા. બીજી તરફ પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે DMની ગાડીમાં DM, ચાલક, એક બોડીગાર્ડ અને એક છોકરી બેઠી હતી. જેવો જ અકસ્માત થયો કોઈ બાઇક ત્યાં આવી અને તેમને લઈને જતી રહી. ઘટના આજે સવારે લગભગ 8:30 વાગ્યાની છે.

જો કે સત્ય શું છે એ તો તપાસ બાદ જ સામે આવશે, પરંતુ લોકોમાં ગુસ્સો છે. ગ્રામજનોએ થોડા સમય સુધી રસ્તા પર નારેબાજી પણ કરી, પરંતુ પોલીસે તેમને સમજાવીને શાંત કરાવી દીધા. મૃતકોમાં એક મહિલા, એક પુરુષ અને એક બાળક સામેલ છે. અકસ્માત બાદ તેમના ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં પોલીસે શબોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp