અયોધ્યા રામ મંદિર માટે 3 પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી હતી, 2 મૂર્તિ...

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કુલ 3 પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાંથી કર્ણાટકના મૂર્તિકાર અરૂણ યોગીરાજે બનાવેલી રામલલ્લાની બ્લેક પ્રતિમાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામા આવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે. બીજી એક પ્રતિમા સત્યનારાયણ પાંડેએ બનાવી હતી અને અન્ય એક પ્રતિમા ગણેશ ભટ્ટ નામના મૂર્તિકારે બનાવી હતી.

અરૂણ યોગીરાજે જે પ્રતિમા બનાવી હતી તેના માટે 3 અબજ વર્ષ જૂના ખડકોમાંથી મૂર્તિને કંડારવામાં આવી છે જે ભુરા રંગની કૃષ્ણ શિલા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાચીન મંદિરોનું ખોદકામ મૈસુરના ગુજ્જેગૌદાનપુરા ગામમાં કરવામાં આવ્યું હતું.

બાકીની બે પ્રતિમાઓમાંથી એક ડાંગના શબરીધામમાં અને બીજી આસામના રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહમાં 51 ઇંચની પ્રતિમા બનાવવામાં આવી છે, તેનું કારણ એવું છે કે સામાન્ય રીતે 5 વર્ષના બાળકની ઉંચાઇ 51 ઇંચ હોય છે અને 51ને શુભ આંક માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp