3 અપક્ષ MLA BJPથી થયા અલગ, હરિયાણામાં ભાજપ સરકાર સંકટમાં, આંકડાઓનું ગણિત સમજો
હરિયાણાના રાજકીય ગલિયારામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ત્રણ અપક્ષ ધારાસભ્યો BJPથી અલગ થયા પછી હરિયાણાની BJP સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. હકીકતમાં જનનાયક જનતા પાર્ટી સાથે સંબંધ તોડીને તેનાથી અલગ થયા પછી BJP સરકારને 48 ધારાસભ્યોનું સમર્થન હતું. હાલમાં નાયબ સૈની સરકાર પાસે 48 ધારાસભ્યોનું સમર્થન હતું, જેમાં BJPના 41 ધારાસભ્યો, હરિયાણા લોકહિત પાર્ટીના એક ધારાસભ્ય ગોપાલ કાંડા અને છ અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
જ્યારે પૂર્વ CM મનોહર લાલ અને રણજીત ચૌટાલાએ પહેલાથી જ રાજીનામું આપી દીધું છે. આ પછી BJPનો આંકડો 46 રહી ગયો. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ ટેકો પાછો ખેંચી લીધો છે. તેમાં ચરખી દાદરીના ધારાસભ્ય સોમવીર સાંગવાન, નીલોખેરીના ધારાસભ્ય ધરમપાલ ગોંદર અને પુંદરીના ધારાસભ્ય રણધીર ગોલનનો સમાવેશ થાય છે. હાલમાં સરકાર પાસે 43 ધારાસભ્યોનું સમર્થન રહી ગયું છે.
જો કે, જો નાયબ સૈની ચૂંટણી જીતશે તો આ આંકડો વધીને 44 થઈ જશે પણ પછી બહુમતનો આંકડો વધીને 45 થઈ જશે, જે સરકાર પાસે નથી. હાલના સંજોગોમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા 88 છે. સરકાર પાસે હાલમાં 43 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે કે સરકાર લઘુમતીમાં છે. હરિયાણામાં કોંગ્રેસ પાર્ટી પાસે 30 ધારાસભ્યો છે, જનનાયક જનતા પાર્ટી પાસે 10 ધારાસભ્યો છે. BJPના 40 ધારાસભ્યો છે. જ્યારે રણજીત ચૌટાલાએ રાજીનામું આપી દીધું હોવાથી અપક્ષોની સંખ્યા 7થી ઘટીને 6 થઈ ગઈ છે. ભારતીય રાષ્ટ્રીય લોકદળના એક ધારાસભ્ય અભય ચૌટાલા છે.
ત્રણ અપક્ષ ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું છે, જ્યારે અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુ પહેલેથી જ સરકારથી અલગ થઈ ગયા છે. આવી સ્થિતિમાં જો ભવિષ્યમાં વિધાનસભામાં વિશ્વાસ મત લાવવામાં આવે તો સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ, કોંગ્રેસ બજેટ સત્રમાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી, જે ધ્વનિ મતથી પડી ગયો હતો અને સરકાર જીતી ગઈ હતી અને તેના આધારે હવે 6 મહિના સુધી અવિશ્વાસની દરખાસ્ત ગૃહમાં લાવી શકાશે નહીં, જેનાથી BJP રાહત અનુભવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp