સૂટ-બૂટમાં આવ્યા બદમાશ, ચોરી કરી લઈ ગયા અડધો કિલો સોનું

PC: aajtak.in

દિલ્હીના જંગપુરામાં 25 કરોડની ચોરીના બરાબર એક દિવસ બાદ સમયપુર બાદલી વિસ્તારના જ્વેલરી શૉરૂમમાં થયેલી લૂંટની CCTV ફૂટેજ સામે આવી છે. ઘટના 27 સપ્ટેમ્બરની બપોરે લગભગ દોઢ વાગ્યે થઈ હતી. દોઢ મિનિટમાં 3 બદમાશ હથિયારના દમ પર શૉરૂમમાં ચોરીની ઘટનાને અંજામ આપીને બાઈકથી ફરાર થઈ ગયા. ઘટનાની જે CCTV ફૂટેજ સામે આવી છે, તેમાં નજરે પડી રહ્યું છે કે શ્રીરામ જ્વેલરી શૉરૂમનો સ્ટાફ પોત પોતાની જગ્યાઓ પર બેઠો છે. શૉરૂમમાં બે મહિલા ગ્રાહક પણ બેઠી છે જે જ્વેલરી જોઈ રહી છે.

ત્યાં એક એક કરીને ત્રણ બદમાશ દુકાનમાં દાખલ થાય છે. 3માંથી 2 પોતાનું મોઢા કપડાથી ઢકાયેલા હોય છે અને હેલમેટ પણ પહેરીને છે. ત્રીજો માત્ર કપડાથી મોઢું બાંધેલું છે. 3માંથી બે સૂટ પહેરીને છે. એક પાસે બેગ છે. શૉરૂમમાં અંદર આવ્યા બાદ તેઓ હથિયાર કાઢીને લોકો પર તાણી દે છે. બંદૂકો જોઈને સ્ટાફ અને મહિલાઓ ફફડી જાય છે. બદમાશ શૉરૂમન પુરુષ સ્ટાફને લાફો મારી દે છે. પાસે જ બેઠી યુવતી પર પણ હાથ ઉઠાવે છે. ત્યારબાદ જ્વેલરી બોક્સોને પોતાની બેગમાં ભરવાના શરૂ કરી દે છે.

ઘટનાને અંજામ આપ્યા બાદ 3 બદમાશ ખૂબ જ આરામથી શૉરૂમાંથી બહાર નીકળી જાય છે. બાઇક પર બેસે છે અને ફરાર થઈ જાય છે. પોલીસના જણાવ્યા મુજબ, બદમાશ દુકાનમાંથી 480 ગ્રામ સોનું ચોરી કરીને ફરાર થઈ ગયા. DCP આઉટ નોર્થના જણાવ્યા મુજબ, બાઈકથી ફરાર થવા દરમિયાન બદમાશો હવામાં ફાયરિંગ પણ કર્યું. આ અગાઉ 25 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંગપુરાની જવેલર્સની શૉપમાં કરોડોની ચોરી થઈ હતી. શૉરૂમના માલિકો મુજબ, ચોરોએ દુકાનમાં રાખેલા 20-25 કરોડના હીરા અને સોનાની જ્વેલરી પર હાથ સાફ કર્યો હતો.

જંગપુરાના જે શૉરૂમમાં ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, તે ઉમરાવ સિંહ અને મહાવીર સિંહ પ્રસાદ જૈનનો શૉરૂમ છે. શૉરૂમના માલિકે જણાવ્યું હતું કે, દુકાનમાં હીરા અને સોનાના 20-25 કરોડ રૂપિયાની જ્વેલરી રાખેલી હતી. જહાંગીપુરાની માર્કેટ સોમવારે બંધ રહે છે. એટલે રવિવારે શૉરૂમ બંધ કર્યા બાદ જ્યારે તે મંગળવારે પોતાના શૉરૂમ પહોંચ્યા અને જોયું તો તેમના હોશ ઊડી ગયા. શૉરૂમમાં રાખેલી જ્વેલરી ગાયબ હતી. શૉરૂમ ખાલી જોઈને તેમના હોશ ઊડી ગયા અને તેમણે તેની જાણકારી પોલીસને આપી હતી.

જંગપુરા માર્કેટની આ બિલ્ડિંગમાં ઘણી દુકાનો હતો. તેમાં શૉરૂમની બાજુમાં સીડીઓ છે, જ્યાંથી દુકાનમાં ઘૂસવા માટે ચોરોએ છત કાપી હતી. કપાયેલી છતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ચોર નાનકડી જગ્યા કાપીને દુકાનમાં ઘૂસ્યા હતા. જો કે આ ઘટનાની અત્યાર સુધી કોઈ CCTV ફૂટેજ સામે આવી નથી, જેથી ચોરોની ઓળખ કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp