જમીન પર ઊંઘતા પરિવારને સાંપે માર્યો ડંખ, માતા-પુત્રીનું મોત, પુત્રની હાલત ગંભીર

PC: downtoearth.org.in

મધ્ય પ્રદેશના ભિંડમાં એક ઘરની અંદર જમીન પર ઊંઘી રહેલા પરિવારને સાંપે ડંખ મારી દીધો. સાંપ દ્વારા ડંખ મારતા જ બુમરાણ મચી ગઈ. ઇમરજન્સીમાં બધાને પહેલા ઝાડુ ફૂંક કરાવવા માટે બીજા ગામે લઈ જવામાં આવ્યા અને જ્યારે ફાયદો ન થયો તો અંતે હૉસ્પિટલ લઈને પહોંચ્યા, પરંતુ અહીં ડૉક્ટરે માતા અને દીકરીને મૃત જાહેર કરી દીધી. જ્યારે દીકરો મોત અને જિંદગી વચ્ચે ઝઝૂમી રહ્યો છે. આ ઘટના ભિંડના ફૂપ પોલીસ સ્ટેશન વિસ્તારના રાની બિરગવાં ગામની છે.

રાની બિરગવાં ગામના રહેવાસી મુકેશ બરેઠા પોતાના આખા પરિવાર સહિત શનિવારે રાત્રે ભોજન કર્યા બાદ સૂઈ રહ્યો હતો. મુકેશની પત્ની રાધા, તેની દીકરી યીશુ અને દીકરો કૃષ્ણા જમીન પર ઊંઘી રહ્યા હતા, ત્યારે જ અડધી રાત્રે અચાનક બાળકો રડવા લાગ્યા. જ્યારે આખા પરિવારના રડવાનો અવાજ સાંભળીને જાગ્યો તો હાહાકાર મચી ગયો, કેમ કે તેમની નજીકથી સાંપ પસાર થઈ રહ્યો હતો. રાધા, યીશુ અને કૃષ્ણાના પગ પર સાંપ દ્વારા ડંખ મારવાના નિશાન જોઈને બધા પરેશાન થઈ ઉઠ્યા.

ઇમરજન્સીમાં રાધા અને તેના બાળકોને સાંપનું ઝેર ઉતારવા માટે સૌથી પહેલા ખરિકા મોતિપુર ગામે લઈ જવામાં આવ્યા. અહી ઝાડુ ફૂંકની મદદથી સાંપનું ઝેર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ કોઈ ફાયદો ન મળ્યો. ત્યારબાદ ત્રણેયને સારવાર માટે રવિવારે સવારે લગભગ 7:00 વાગ્યે ભિંડ જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અહી ડૉક્ટરે રાધા અને તેની દીકરી યીશુને ચેક કર્યા બાદ મૃત જાહેર કરી દીધા, જ્યારે દીકરા કૃષ્ણાની હાલત ગંભીર છે. 34 વર્ષીય રાધા અને 12 વર્ષીય યીશુનું મોત થઈ ગયા બાદ પરિવારજનો વધુ ગભગાઈ ગયા અને ત્યારબાદ 12 વર્ષીય કૃષ્ણાની સારવાર માટે ભિંડથી ગ્વાલિયર રેફર કરી દેવામાં આવ્યો.

રાધાન દિયર અંકેશે જણાવ્યું કે, બધા લોકો જમીન પર ઊંઘી રહ્યા હતા અને ત્યારે જ સાંપે તેમને ડંખ મારી દીધો. જિલ્લા હોટસ્પિટલ ભિંડમાં ડ્યૂટી પર ફરજ બજાવતા ડૉક્ટર સતીશ શર્માએ જણાવ્યું કે, સાંપ દ્વારા ડંખ મારવાના લક્ષણ તેમના શરીરમાં નજરે પડ્યા. ખાસ વાત એ છે કે પરિવારના લોકોએ રાધા અને તેમના બાળકોને સીધા હૉસ્પિટલ લાવવાની જગ્યાએ ઝાડુ ફૂંકમાં પોતાનો સમય બરબાદ કર્યો. આ જ કારણ રહ્યું કે ઉચિત સમય પર સારવાર ન મળવાના કારણે રાધા અને તેની દીકરીનું મોત થઈ ગયું, જ્યારે દીકરો જિંદગી માટે સંઘર્ષ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp