ગટર સફાઈ સમયે મોત થાય તો આટલા રૂપિયા વળતર ચૂકવવુ પડશે,વાંચો સુપ્રીમ કોર્ટનો આદેશ

ગટરની સફાઈ દરમિયાન થતાં મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આજે પણ ગટરની સફાઈ દરમિયાન મોતના કિસ્સાઓ નોંધાતા રહે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, હવે ગટર સાફ કરતી વખતે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અથવા અપંગ થઈ જાય છે તો તેને વધારે વળતર ચૂકવવું પડશે.

દેશમાં ગટરની સફાઈ દરમિયાન મોતની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે શુક્રવારે કહ્યું કે, સરકારી અધિકારીઓએ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 30 લાખ રૂપિયાનું વળતર આપવું પડશે. જસ્ટિસ S. જસ્ટિસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે જણાવ્યું હતું કે, ગટર સાફ કરતી વખતે કાયમી અપંગતાનો ભોગ બનેલા લોકોને લઘુત્તમ વળતર તરીકે રૂ. 20 લાખ ચૂકવવામાં આવશે. બેન્ચે કહ્યું કે, 'કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે હાથથી મેલું સાફ કરવાની કે ઉંચકવાની પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થાય.'

ચુકાદો સંભળાવતા જસ્ટિસ ભટે કહ્યું કે, જો સફાઈ કામદાર કોઈ બીજી વિકલાંગતાથી પીડિત થયો હોય, તો અધિકારીઓએ 10 લાખ રૂપિયા સુધી ચૂકવવા પડશે. કોર્ટે અનેક આદેશો બહાર પડ્યા હતા, જે વાંચવામાં આવ્યા ન હતા. ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે, સરકારી એજન્સીઓએ એ સુનિશ્ચિત કરવા માટે સંકલન કરવું જોઈએ કે, આવી ઘટનાઓ ન બને અને ઉચ્ચ અદાલતોને ગટર સફાઈના સંદર્ભે થયેલા મૃત્યુ સંબંધિત કેસોની દેખરેખ કરવાથી અટકાવવામાં ન આવે. આ નિર્ણય જાહેર હિતની અરજી પર આવ્યો છે.

જુલાઈ 2022માં લોકસભામાં રજૂ કરવામાં આવેલા સરકારી ડેટા અનુસાર, પાંચ વર્ષમાં ભારતમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે ઓછામાં ઓછા 347 લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં 40 ટકા મૃત્યુ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને દિલ્હીમાં થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આવા જ એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે પણ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. ગયા વર્ષે ગટરની અંદર મૃત્યુ પામેલા બે લોકોના પરિવારો પ્રત્યે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA)ના 'સંપૂર્ણપણે અસંવેદનશીલ વલણ' પર ખેદ વ્યક્ત કરતા, દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, 'મારુ માથું શરમથી ઝુકી ગયું છે.' હાઈકોર્ટ તેના 6 ઓક્ટોબર, 2022ના આદેશનું પાલન ન કરવા બદલ ગુસ્સે થઈ હતી. તે આદેશમાં, DDAને મૃતકોના પરિવારોને વળતર તરીકે 10-10 લાખ રૂપિયા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.